મોરબીને કેમ મહત્વ અને મમત્વ મોટા રાજકીય પક્ષો આપી રહ્યાં છે

મોરબી નગરપાલિકામાં ભાજપના સ્થાને આવેલાં કોંગ્રેસમાં બળવો થયો હતો. 7 સભ્યોએ બળવો કરતાં તેમને સસ્પેન્ડ કરાયા હતા. જેની પેટા ચૂંટણી 27 ઓગસ્ટે જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસને સત્તા જાળવી રાખવી હોય તો પેટા ચુંટણી જીતવી અનિવાર્ય છે. તેથી પ્રદેશ કાક્ષાએથી કોંગ્રેસ અને ભાજપના નેતઓએ ખાસ સૂચનાઓ મોરબી એકમને આપી દીધી છે. હવે બન્ને પક્ષો વચ્ચે જંગ જામશે. કોંગ્રેસના મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા માટે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયા અહીં કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા બાદ મોરબીમાં કોંગ્રેસ તરફી વાતાવરણ જોવા મળે છે જે પાલિકાની ચૂંટણીમાં જોવા મળે છે કે કેમ તે હવે મતગણતરી વખતે જોવા મળશે. મોરબીમાં ગુજરાતનો સૌથી મોટો સીરામિક ઉદ્યોગ આવેલો છે તેથી દરેક પક્ષ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે મોરબી પર વધારે ધ્યાન આપતો રહ્યો છે.

ડીસેમ્બર 2015માં મોરબી નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસે 52 માંથી 32 બેઠકો કબજે કરી હતી. જયારે ભાજપે 20 મેળવી હતી. ભાજપ પાસેથી સત્તા કોંગ્રેસે છીનવી હતી. જોકે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં બાગાવતના કારણે કોંગ્રેસે સત્તા ગુમાવવી પડી હતી. 7 સભ્યોની સામે કોંગ્રેસે પક્ષાંતર ધારા હેઠળ ફરીયાદ કરી હતી. જેમાં 7 સભ્યો ગેરલાયક ઠેરવતા આ બેઠકો ખાલી પડી હતી. જેની હવે પેટા ચૂંટણી જાહેર થઈ છે.

25 સપ્ટેમ્બર 2018ના રોજ ચાર વોર્ડની 7 બેઠકો પર પેટા ચૂંટણી થશે. હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસ પાસે 25 અને ભાજપ પાસે 20 બેઠકો છે. બહુમતી માટે કુલ 27 સભ્યો હોવા જરૂરી છે.

જાહેરાત થયા બાદ ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયાના અંતિમ દિવસે કૂલ 19૯ ઉમેદવારી પત્રો આવ્યા છે. 4 વોર્ડની 7 બેઠકોની પેટા ચૂંટણી પૈકી એક બેઠકની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. તેથી 7 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ત્રણ વોર્ડની છ બેઠકો માટે ભાજપના છ ઉમેદવારો તેમજ 5 ડમી સહીત 11 ફોર્મ ભરવામાં આવ્યા છે. તો કોંગ્રેસનાં 6 ઉમેદવારો અને 2 ડમી ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે. પત્રોની ચકાસણી 12મીએ થવાની છે. 14મીએ પત્રો પરત ખેંચવાવી આખરી તારીખ છે ત્યારે કેટલાં ઉમેદવારો રહે છે તે સ્પષ્ટ થઈ જશે. 25મીએ મતદાન છે.