મોરબીમાં ખનીજ ચોરો બેફામ ખાણ ખનીજ વિભાગે ૨ ટ્રકો જપ્ત કરી

સરકારી કાયદાને ઘોળી ને પી જતા ખનીજ માફિયાઓ
મોરબીમાં છેલ્લા કેટલાય સમય થી ખનીજ ચોરો બેફામ બન્યા છે. જયારે ખાણ ખનીજ વિભાગે પરવાના વગર ખનીજ પરિવહન કરતી વધુ ૨ ટ્રકો જપ્ત કરી છે. મોરબી ખનીજ ખાણ વિભાગની ટીમે આજે મોરબીના ટીંબડી અને પાનેલી ગામ પાસેથી ગેરકાદેસર ખનીજ ભરીને જતી ૨ ટ્રક જપ્ત કરી હતી. ખાણ ખનીજ ટીમે ૨ ટ્રકો જપ્ત કરી ૨૫ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે. જેમાં ટ્રક નંબર જી.જે. ૧૨ AY ૨૬૭૨ માં ૪૮ મેટ્રિક તન કાળી માટી ઝડપી લીધી હતી. આથી ટ્રક સહીત ૧૫લાખ નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
જયારે બીજી ઘટના માં પાનેલી નજીકથી એક ટ્રકમાં પરવાના વગર ૨૫ મેટ્રિક ટન સાદી માટી ભરી લઈ જતી હોવાનું માલુમ પડ્યું હતું. આથી ખનીજ સહીત ૧૦લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો .