મોરબીમાં પુસ્તકોની ભેટ આપી

સિનેમા તરફ જતી યુવા ભીડ લાઈબ્રેરી તરફ વળશે ત્યારે સાચી સામાજિક ક્રાંતિ થશે. તે ઉક્તિને સાર્થક કરતો કિસ્સો મયુરનગરી મોરબીમાં જોવા મળી રહ્યો છે મોરબીમાં પુસ્તક પરબનો આઈડિયા સુપરહીટ રહ્યો છે અને તાજેતરમાં યોજાયેલ ૨૩ માં પુસ્તક પરબમાં કડકડતી ઠંડીમાં પણ પુસ્તકપ્રેમીઓનો ઘસારો અને ઓદ્યોગિક નગરી મોરબીવાસીઓમાં વાંચન ભૂખનો ઉત્તમ નમુનો જોવા મળ્યો હતો.

મોરબીમાં વાંચનપ્રેમી યુવાનો દ્વારા પુસ્તક પરબ નામે અનોખું અભિયાન શરુ કર્યું હતું જેમાં શહેરના સરદાર બાગમાં પુસ્તકોનો ખજાનો રાખવામાં આવે છે જોકે આ કન્સેપ્ટ લાઈબ્રેરી કરતા બિલકુલ અલગ છે જેમાં કોઈ રજીસ્ટ્રેશન કરવાનું નથી તો પુસ્તક જોઈતું હોય તે લઈ સકે અને આપવું હોય તે આપી સકે તેવા અનોખા અભિયાનને પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે તો પુસ્તક પરબ ટીમના ઉત્સાહને પગલે અનેક દાતાઓ પણ જોડાઈ રહયા છે જેમાં તાજેતરના પુસ્તક પરબમાં વ્યવસાયે સીરામીક એકાઉન્ટિંગ સાથે જોડાયેલા અલ્પેશભાઈ વડગાસીયા અને સંદીપભાઈ રૂપાલા ભુજ સહજાનંદ ટ્રસ્ટમાંથી મોરબી અને વાંકાનેર પુસ્તક પરબ બન્ને માટે અંદાજે ૬૦૦ નવા પુસ્તકો લઇ આવી ભેટ આપ્યા છે તે ઉપરાંત ઓશો પ્રેમી સાહિત્યજીવ ચતુરભાઈ ભાલોડીયા ૧૦૦ થી વધુ નવા પુસ્તકો ભેટરૂપે આપ્યા છે શારદા બાલ ઘરનાં વ્યવસ્થાપક વીણાબેન પારેખ અને સી.પી શાહ દ્વારા પણ ૧૦૦ થી વધુ નવા પુસ્તકો ભેટ સ્વરૂપે મળ્યા

પુસ્તક પરબ ટીમની કામગીરીને પ્રોત્સાહન આપવા અને રૂબરો કામગીરી નિહાળવા માટે આરએસએસ અગ્રણી ડો. જ્યંતિભાઈ ભાડેશીયા, આદર્શ શિક્ષકો એવા વિજયભાઈ દલસાણીયા અને ડો. અમૃત કાંજીયા, સીએ રાજેન્દ્રભાઇ પંડિત, ગૌ સેવક લેખક પ્રાણજીવનભાઈ કાલરીયા, આર્યાવર્ત સ્કૂલ સંકુલના નરેન્દ્ર દેસાઈ, સાર્થક વિદ્યાલયના કિશોરભાઈ શુક્લ સહિતના અગ્રણીઓ પુસ્તક પરબની મુલાકાતે પહોંચ્યા હતા રાબેતા મુજબનાં બુકટોકમાં સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત ખ્યાતિપ્રાપ્ત શબ્દ સર્જક રામ મોરીનાં ગઈકાલે જ વિમોચિત પુસ્તક કોફી સ્ટોરીજ ઉપર ટીમના સભ્ય મનન માસ્ટરે (બુદ્ધદેવ) પોતાની આગવી ‘થાય ઍ કરી લ્યો’ છટામાં સરસ રૉચક પરિચય આપ્યો