મોરબી મરી રહ્યું છે

મોરબીમાં હાર્દિક પટેલના ઉપવાસ અને ગેસના ભાવવધારા વચ્ચે કોઈ કારણ હોય એવું સ્થાનિક ઉદ્યોગપતિઓને લાગી રહ્યાં છે. સુરત, ઉત્તર ગુજરાત અને પછી મોરબી વિસ્તાર એવો છે કે જ્યાં હાર્દિકને મોટો ટેકો આપવામાં આવી રહ્યો છે. અહીં કોંગ્રેસના ધારાસભ્યની જીતનું કારણ પણ હાર્દિક પટેલ છે. આર્થિક રીતે મદદ પણ અહીંથી જ થઈ રહી છે. તેથી એકી સાથે 44 ટકાનો ગેસમાં ભાવ વાધારો થતાં ચીનની સાથે હરીફાઈ કરતો ટાઈલ્સ ઉદ્યોગ આફતમાં આવી પડ્યો છે. ગેસ એગ્રીમેન્ટમાં જુના ભાવ ગયા વર્ષે 16-10-2017 માં ટેક્સ સાથે રૂ.27.88 પૈસા થતા હતા જે 16-10-2018 ના ટેક્સ સાથે નવા ભાવ રૂ.40.27 થાય છે એટલે કે એક વર્ષ માં 44 ટકા નો ભાવ વધારો ગેસમાં કર્યો છે. જે એક જ દિવસ માં ભાવ વધારો કર્યો તે ટેક્સ સાથે 8% જેવો થશે અને નોન એમજીઓ માં 15% નો ભાવ વધારો કર્યો છે. સિરામિક ઉદ્યોગ પર લાખો પરિવારો નભે છે અને ઉધોગને બચાવવા સરકાર ગંભીર વિચારણા કરે તે જરૂરી છે તેમજ ગેસ કંપનીએ નફો કમાવવાના લક્ષ્યને બદલે સિરામિક ઉદ્યોગના હિતમાં નિર્ણય લેવા જોઈએ તેમ જણાવ્યું હતું.

700 ફેક્ટરી

દેશનું સીરામીક ઉત્પાદનું હબ ગણાતું મોરબી શહેર આસપાસ 700થી વધુ ફેકટરીઓ ટાઈલ્સની આવેલી છે દેશનું 90% સિરામિક ઉત્પાદન મોરબીમાં થાય છે. આ ઉદ્યોગ 2 લાખ લોકોને સીધી રોજગારી પૂરી પાડે છે. પરંતુ GSTથી આર્થિક વિખવાદો વધી રહ્યા છે. હાલમાં મોરબીમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, વોલ ટાઈલ્સ અને સેનેટરી વેર્સના ઉત્પાદનમાં મંદી દેખાઈ રહી છે ત્યારે ગેસનો ભાવ વધારો કારખાનાઓ માટે ખરાબ દિવસો લાવી શકે છે.

ગુજરાત ગેસ કંપની મૃત્યું ઘંટ વગાડે છે

ગુજરાત ગેસ દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે તો ગેસ કંપનીએ પરંપરા મુજબ સિરામિક એસોને ભાવવધારો ઝીંક્યા બાદ જાણ કરી છે જેથી રોષની લાગણી છવાઈ છે. ગુજરાત ગેસ દ્વારા અચાનક ભાવ વધારો કરી ને મોરબી સિરામિક ઉદ્યોગને મૃતપાય કરવા માટે જાણે ગુજરાત ગેસના અધિકારી ઓ એ સોપારી લીધી હોય તેવું વર્તન કરીને અચાનક ભાવ વધારો કરી નાખ્યો છે. આ અધિકારીઓ ફક્ત પોતાની કંપનીની આવક દેખાડવા માટે ગેસના ભાવ વધારીને મોરબીના સીરામીક ઉદ્યોગ જે તેમનો સૌથી મોટું ગ્રાહક છે તેમને કે એસોસિએશનને જાણ કર્યા વગર જ ભાવ વધારો કરી નાખ્યો છે.

75 ટકા કારખાના બંધ કરવા પડશે

રાજ્ય સરકાર આ બાબતે નહિ વિચારે તો આગામી સમય માં લગભગ 75 % કારખાનાને તાળા મારવા પડશે તેમાં કોઈ સંદેહ નથી ત્યારે આવા અધિકારીઓ ને સરકારે તેમનો વિભાગ બદલાવીને રાજ્યના ઉદ્યોગને બચાવવો પડશે નહીંતર સીરામીક ઉદ્યોગમાં ઈન ડાયરેક્ટ કામ કરતા 5 લાખથી વધુ લોકોને તેની ગંભીર અસર સહન કરવાનો વારો આવશે.

વરસાદ નહીં અને બાંધાકામમાં મંદી

છેલ્લા 2 વરસથી બાંધકામ છેત્રે ભયકંર મંદી હોય અને વરસાદ ની પણ ખેંચ હોય ગામ્ય વિસ્તારમાં ભયકંર વિકરાળ અછતની પરિસ્થતિ નિર્માણ થાય તેમ હોય જેથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમાં પડયા ઉપર પાટુ મારે તેવી જ રીતે ગુજરાત ગેસના ગાંધીનગર ખાતેના અધિકારીઓ મનસ્વી નિર્ણય લઇ ભાવ વધારો કરી નાખ્યો અને છેલ્લા 1 વર્ષમાં 44 ટકા ભાવવધારો કરવામાં આવ્યો છે.

GSTનો માર

GSTનાં કારણે ગુજરાતમાં ટાઈલ્સ 10 ટકા મોંઘી થઈ છે. વોલ, ફ્લોર અને વિટ્રીફાઈડ ટાઈલ્સના ભાવમાં વધારો થયો છે. 1 જુલાઈ 2018 પછી નવા કર માળખાના કારણે વેપારીઓ ગ્રાહકો પાસેથી 30 ટકા એડવાન્સ પેમેન્ટ લેશે તો ત્રણ મહિનાના બદલે બાકી રકમનાં નાણા માત્ર 45 દિવસમાં ચૂકવવા પડશે. GSTનાં નિયમ પ્રમાણે બિલ બનાવવા તમામ કારખાનેદારને ટકોર કરી દેવામાં આવી છે.

ટ્રાક હડતાલ અને બ્લેક મેઈલ

ગુજરાત ગેસને અગાઉ ટ્રક હડતાલ વખતે પણ ગેસ કરારમાં રાહત આપવા માટે કહેવામાં આવ્યું હતું કારણ કે સિરામિક કંપનીમાં રો મટીરીયલ્સની સલ્પાય બંધ હોવાથી ઉત્પાદન બંધ કરી દેવું પડ્યું હતું. મોરબીના ઘણાં સિરામિક એકમો આર્થિક તંગીમાં હોવાથી ત્યાં રો મટીરીયલ સપ્લાય પણ બંધ થયો છે. કેટલાંક લોકો અહીં કારખારેદારને બ્લેક મેઈલ કરીને નાણાં પડાવી રહ્યાં છે. ખુદ રાજકીય નેતાઓ પણ તેમાં સામેલ હોય તેમ અહીંથી ફંડ એકઠું કરીને વારેવારે લઈ જાય છે.