મોહન કુંડારીયાનો પગ કુંડાળામાં પડી ગયો

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારની રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જો મત નહીં આપો તો સહકારી મંડળી બંધ કરાવી દેશે એવી ધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય નાનજી ડોડિયાને તેમણે ધમકી આપી હતી, કે ‘મારે કોઠારિયામાંથી 70થી 75 ટકા મત જોઇએ નહીંતર મંડળી બંધ કરાવી દઇશ. તમે મને બહું નડો છો.”

કોંગ્રેસના નેતાએ મોહન કુંડારીયાનો ફોન ટેપ કરી દીધો હતો. તેની ઓડિયો ક્લીપ જાહેર કરી છે. જેમાં બધું સ્પષ્ટ છે. જેમાં નાનુ ડોડિયા કહે છે કે હવે એ તો જોવું પડે. ત્યારે મોહન કુંડારિયા કહે છે, “તમે દર ચૂંટણીમાં તમે મારી ખાંડો છો. આ બધા રોડ તમારા કારણે થયા છે. બાકી જો તમે મારી સાથે આ ચૂંટણીમાં રહેવાના v હોય તો જ બાકી આ મંડળી જતી રહેશે.

ડિયા કહે છે કે સાહબે હું જિલ્લા પંચાયતનો સભ્ય છું, તમે ડાટી મારોમાં. મારૂ ગામ છે અને તમે આવી રીતે ડાટી મારોમાં વ્યવસ્થિત વાત કરો.

રાજકોટ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર લલતિ કગથરાએ કહ્યું હતું કે, રાજકોટમાં લોકશાહી રહી નથી, દાદાશાહી છે.  ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયાએ જિલ્લા પંચાયતના સભ્યને ધમકી આપી છે. તો પછી સામાન્ય લોકોનું શું થશે.

નાનજી ડોડિયાએ જણાવ્યું, હતું કે, હું મડળીનો પ્રમુખ છું, 30 વર્ષથી મંડળી ચલાવું છું અને જિલ્લા પંચાયતનો સભ્ય છું. ફરિયાદ કરવાનું વિચારી રહ્યો છું.