RSSના વડા મોહન ભાગવતે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે વિદેશીઓ સમક્ષ ગાંધીજી અંગે પ્રસંશનીય ઉચ્ચારણો કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આગામી 2જી ઓક્ટોબરે પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મ સ્થાન કીર્તિ મંદિરમાં આવીને પ્રાર્થના કરશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૨જી ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મ જયંતી એ પોરબંદર આવશે અને પોરબંદરનાં કિર્તીમંદિર થી મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી એક વર્ષ સુધી ઉજવણીનો પ્રારંભ કરાવશે વડાપ્રધાનની મુલાકાતને પગલે મુખ્ય સચિવની અધ્યક્ષતા માં ગાંધીનગરમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.
આગામી 30મી ઓક્ટોબર અને 2જી ઓક્ટોબર દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ફરી બે વખત ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે.ત્યારે તેમની આ મુલાકાત દરમિયાન સુરક્ષાવ્યવસ્થા અને કાર્યક્રમને પગલે ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીજી ની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે .ગાંધીજીની જન્મ જયંતીના150 વર્ષ નિમિત્તે વર્તમાન સરકાર દ્વારા રાજ્યકક્ષાની એક કમિટી બનાવવામાં આવી છે.જેના અધ્યક્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છ.
તો બીજી તરફ ગાંધીજીના જન્મ જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમો સતત એક વર્ષ સુધી ચાલશે એટલે કે 2જી ઓક્ટોબર 2018 થી 2જી ઓક્ટોબર 2019 દરમિયાન ચાલશે મહાત્મા ગાંધીના 150 વર્ષની જન્મ જયંતિની ઉજવણી નો પ્રારંભ પોરબંદરના કીર્તિ મંદિર ખાતેથી કરવામાં આવશે .
આ દરમિયાન સતત એક વર્ષ સુધી ત્રણ તબક્કામાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાના અહેવાલ છ.
જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ગાંધીવિચાર ને વિવિધ કાર્યક્રમો થકી સમગ્ર રાજ્યમાં રજૂ કરવામાં આવશે .જ્યારે બીજા તબક્કામાં ગાંધીજી સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવામાં આવશે .અને જરૂર જણાયે તેનું રિનોવેશન પણ કરવામાં આવશે. આ ઉપરાંત આ ત્રીજા તબક્કામાં ગાંધી વિચારધારા સાથે સંકળાયેલા સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓને એકત્ર કરી વિવિધ કાર્યક્રમો આયોજિતકરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક વર્ષ દરમિયાન આયોજિત કાર્યક્રમોને પગલે રાજ્ય સરકાર અત્યારથી જ તૈયારીમાં લાગી ગઇ છે. તો બીજી તરફ આગામી 20મી તારીખે નરેન્દ્ર ભાઈ મોદી મુન્દ્રા ખાતે L&G ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે ત્યાર બાદ તેઓ રાજકોટ ખાતેની આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને આણંદ ની અમુલડેરી ખાતે ચોકલેટ પ્લાન્ટનું ઉદઘાટન કરશે .આ કાર્યક્રમો ઉપરાંત 2જી ઓક્ટોબરે પોરબંદર નો કાર્યક્રમ આયોજિત થવાના પગલે મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંઘ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા, પ્રોટૉકોલ જેવા વિવિધ મુદ્દે બેઠકો ચાલી રહી છે .જેમાં રાજ્ય સરકાર ના સંલગ્ન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, રાજ્ય પોલીસ વડા તેમજ કચ્છ,રાજકોટ ,આણંદ અને પોરબંદર ના જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા પોલીસ વડા ઓ સાથે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારી તેમજ સમીક્ષા કરવામાં આવી રહી હોવાના અહેવાલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના સત્તાવાર કાર્યક્રમ અંગે રાજ્ય સરકાર દ્વારા હજુ કોઈ જાહેરાત કરવામાં આવી નથી .પરંતુ ઓક્ટોબર મહિના મા સતત બે દિવસ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત આમ તો આયોજિત કાર્યક્રમોના પગલે હોવાનું મનાઇ રહ્યું છે. પરંતુ રાજનૈતિક વિશ્લેષકોના મત મુજબ નરેન્દ્રભાઈની આ મુલાકાત લોકસભાની ચૂંટણી ને અનુલક્ષીને આયોજિત કરવામાં આવી હોવાનું માની રહ્યા છે.