https://www.facebook.com/gsy2020
એક સમયના ભાજપના દિગ્ગજ નેતા યશવંત સિન્હાએ ફરી એક વખત મોદી અને ભાજપ સામે મોરચો ખોલી દીધો છે, તેમને CAA અને NRCના કાયદાના વિરોધમાં મુંબઇ ગેટવે ઓફ ઇન્ડિયાથી 3000 કિ.મી લાંબી ગાંધી શાંતિ યાત્રાની શરૂઆત કરી છે.પૂર્વમંત્રી યશવંત સિન્હાએ કહ્યું કે અમે નાગરિકતા કાયદાનો વિરોધ કરીને લોકોને મોદી સરકારની બંધારણ વિરોધી નીતિઓથી વાકેફ કરીશું, બાબા સાહેબ આંબેડકરના બંધારણની રક્ષા કરીશું, દેશના ફરી ભાગલા નહીં થવા દઇએ, ગાંધીની ફરી હત્યા નહીં થવા દઇએ.
11મીએ સુરત યાત્રા આવશે
गांधी शांती यात्रा – २०२० की शुरुआत गेट वे ऑफ इंडिया से हो गयी है.. इस यात्रा के समर्थन मे आये हुए सभी नागरिको को धन्यवाद.. @prithvrj @PawarSpeaks#GSY2020 pic.twitter.com/NZQXhEuG0p
— Yashwant Sinha (@YashwantSinha) January 9, 2020
એનસીપી સુપ્રીમો શરદ પવારે આ યાત્રાને લીલીઝંડી આપી હતી, તે સમયે અનેક સામાજિક કાર્યકર્તાઓ અહી હાજર રહ્યાં હતા, આ યાત્રા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દિલ્હી સહિતના 6 રાજ્યોમાં જશે, નોંધનિય છે કે યશવંત સિન્હા અને શત્રુધ્ન સિન્હા મોદીના વિરોધમાં અનેક વખતે નિવેદનો આપી ચુક્યાં છે, બંને નેતાઓએ ભાજપ છોડીને મોદી સામે મોરચો શરૂ કરી દીધો છે.
નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) અને નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (એનપીઆર)ના વિરોધમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાએ ગુરુવારે ગાંધી શાંતિ યાત્રા શરૂ કરી છે. 3000 કિમીની આ યાત્રા મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયાથી શરૂ થઈ છે. આને એનસીપીના અધ્યક્ષ શરદ પવારે લીલી ઝંડી આપી હતી. યાત્રા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણાથી થઈને 30 જાન્યુઆરીના રોજ દિલ્હીના રાજઘાટમાં સમાપ્ત થશે.
આ દરમિયાન યશવંત સિન્હાએ જણાવ્યું હતું કે, અમારી યાત્રા એનઆરસી અને સીએએના વિરોધમાં છે. રાજ્ય સરકારોએ જે હિંસા કરી, તેની વિરુદ્ધ છે. માર્ગમાં અમે લોકો સાથે વાત કરીશું. આંબેડકરજીના બંધારણની રક્ષા કરીશું. દેશના ફરીથી ભાગલા અને ગાંધીની ફરીથી હત્યા થવા દઈશું નહીં.
ગાંધી શાંતિ યાત્રા દરમિયાન આ બંને નેતાઓ સીએએ, એનઆરસી અને જસ્ટિસ લોયાની સંદિગ્ધ મોતનો મુદ્દો ઉઠાવશે. સાથે સાથે કેન્દ્ર સરકારથી એનઆરસી લાગુ નહીં કરવાની વાત કરશે. આ યાત્રામાં એનસીપીના અધ્યક્ષ શરદ પવાર અને તેમની પાર્ટીના અનેક નેતાઓ સામેલ થયા છે.