વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડીયા’ના વિષયવસ્તુ સાથે યોજાશે. ભારત નિર્માણમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત પોતાનું યોગદાન આ સમીટથી આપવા પ્રતિબદ્ધ છે. જાન્યુઆરી-ર૦૧૯ તા. ૧૮ થી ર૦ દરમિયાન સમિટ યોજાવાની છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટની એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી.
મુખ્યમંત્રીએ વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ ર૦૧૯માં યુથ, નાના વેપારીઓ, MSMEને જોડવા સાથે સર્વિસ સેકટર, મેન્યૂફેકચરીંગ, બિઝનેસ અને ટ્રેડીંગ એકટીવીટીને પણ જોડવામાં આવશે. વાયબ્રન્ટ સમિટ માટે યુવા વર્ગો-યુવા સાહસિકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે તેને પગલે આ વર્ષે વાયબ્રન્ટ સમીટ પૂર્વે ચાર મહાનગરોમાં યુથ કનેકટ ફોરમ યોજવાનું આયોજન છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં આવાં ફોરમ યોજીને જુદા જુદા ક્ષેત્રોના યંગ એચીવર્સ-સફળ ઊદ્યોગ-વેપાર સાહસિકો યુવા વર્ગો સાથે વાર્તાલાપ યોજશે.
નોકરી ક્યાં મળશે, યુવાનો પૂછે છે
ગુજરાતમાં જીલ્લા રોજગાર કચેરીઓમાં નોંધાયેલા બેરોજગારોને સરકારી, ખાનગી રોજગારી, શિક્ષિત અને અર્ધશિક્ષીતિ બેરોજગારોને નોકરીઓ મળી શકી નથી. માર્ચ 2018માં મળેલી ગુજરાત વિધાનસભામાં આપેલી વિગતોના આધારે 1 વર્ષમાં 70,000ને સરકારી નોકરી આપવાના બણગાં પણ સાચા પડ્યા નથી. બે વર્ષમાં 12,869 લોકોને રોજગારી મળી છે. આજે રાજ્યના તમામ જિલ્લાઓમાં થઈને કૂલ 5,37,563 બેરોજગાર છે. ગુજરાતમાં ત્રણ વાયબ્રંટ ગુજરાતમાં કૂલ 1.07 કરોડ યુવાનોને ખાનગી અને સરકારી નોકરી મળશે એવું તે સમયની સરકારે કહ્યું હતું. 2001થી 2014 સુધીમાં 1.30 કરોડ લોકોને નોકરી આપવાની હતી. પણ તેની સામે ગુજરાત સરકાર જેમાં બે વર્ષમાં માત્ર 4 લાખ લોકોને જ કાયમી કે કામચલાઉ ઓછા પગારની નોકરી મળી હતી. આજે નવા યુવાનો નોકરી કરે છે પણ રૂ.10 હજારના પગારમાં અર્ધ બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે. ખેત મજૂરો અને મજૂરોની રોજગારી હવે અર્થ બેકારીમાં ફેરવાઈ ગઈ છે.
વાયબ્રન્ટ ર૦૧૯માં ફાર્મા અને મેડીકલ ફેસેલીટીઝને શો કેસ કરી મેડીકલ ટૂરિઝમ અને હેલ્થકેરને વ્યાપક સ્તરે પ્રમોટ કરવાનું આયોજન છે.
આ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ઊદ્યોગ કમિશનર ર૦૦૩થી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ થયેલી વાયબ્રન્ટ સમિટ ગુજરાતના ગ્લોબલ બ્રાન્ડીંગનું એક સક્ષમ માધ્યમ બની છે.
તેમણે આ વાયબ્રન્ટ સમિટમાં સોશિયલ સેકટરને ફોકસ કરવા સાથે ફાર્મા, ડાયમન્ડ, મેન્યૂફેકચરીંગ, SEZ સહિતના બહુવિધ ક્ષેત્રોને પણ શો-કેસ કરીને વાયબ્રન્ટને જવલંત સફળતા અપાવવા અંગે પણ વિશદ ચર્ચા-પરામર્શ કર્યો હતો.
મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ તથા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, અગ્ર સચિવ મનોજકુમાર ઉપરાંતએડવાઇઝરી કમિટીની બેઠકમાં ઝાયડસ કેડીલાના પંકજભાઇ પટેલ, સાલ હોસ્પિટલના રાજેન્દ્ર શાહ, સ્ટર્લીગના ગિરીશ પટેલ, પિરૂઝ ખંભાતા, જી.સી.સી.આઇ.ના જયમીનભાઇ, કિશોરભાઇ બિયાની સહિતના અગ્રણીઓ, ઇન્ડેક્ષ્ટ-બી ના એમ.ડી. બેનીવાલ તેમજ ઊદ્યોગના વરિષ્ઠ અધિકારીઓ હતાં