યોગિનીબહેન વ્યાસને સંસ્કત ભાષામાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર

સંસ્કૃત સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આષાઢસ્ય પ્રથમ દિવસે સંસ્કૃતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેદશાસ્ત્ર પારંગત સંસ્કૃત ભાષાના પંડિતોનું સન્માન, સાહિત્ય ગૌરવ પુરસ્કાર, યુવા ગૌરવ પુરસ્કાર, સંસ્કૃત બોલનાર કુટુંબનું સન્માન, સંસ્કૃત સેવા સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

૩જુલાઇ, ૨૦૧૯ને બુધવાર અષાઢસ્ય પ્રથમ દિવસના રોજ સાંજે ૦૬-૦૦  ગુજરાત યુનિવર્સિટીના કલાકે સેનેટ હોલ વર્ષ ૨૦૧૯-૨૦ માટે યોગિનીબહેન વ્યાસને સાહિત્ય ગૌરવ પુરસ્કાર, કિશોરભાઇ શેલડિયાને યુવા ગૌરવ પુરસ્કાર, કાલીદાસભાઇ ઠાકર અને નરેન્દ્રકુમાર પંડ્યાને શાસ્ત્ર પંડિત સન્માન, પ્રજ્ઞાબહેન જોશીને વેદપંડિત સન્માન, પ્રણવભાઇ રાજ્યગુરુને સંસ્કૃત કુટુંબ સન્માન તેમજ શ્રુતિબહેન ત્રિવેદીને સંસ્કૃત સેવા સન્માન અર્પણ કરવામાં આવશે.

ઇતિહાસ

૨૦/૦૬/૨૦૧૨ આષાઢસ્‍ય પ્રથમ દિવસે સંસ્‍કૃતોત્‍સવ કાર્યક્રમમાં વેદ શાસ્‍ત્ર પારંગત સંસ્‍કૃત ભાષાના કુલ ૩ વેદપંડિતોને પ્રત્‍યેકને રૂ. ૫૦,૦૦૦, શાલ અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવ્‍યા અને સંસ્‍કૃત ભાષાના એક મૂર્ધન્‍ય સાહિત્યકાર  લક્ષ્‍મેશ જોષીને સાહિત્ય ગૌરવ પુરસ્‍કાર રૂ. ૧ લાખ અને શાલ અને સન્‍માનપત્ર અને યુવા સાહિત્યકાર મિહિર ઉપાધયાયને યુવા ગૌરવ પુરસ્‍કાર રૂ. ૫૦,૦૦૦, શાલ અને સન્‍માનપત્ર અર્પણ કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે સંસ્‍કૃત ભાષામાં “ત્રિદલમ્” સાંસ્‍કૃતિક કાર્યક્રમ અને સંસ્‍કૃત રાસ-ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો.

પંડિતનું નામ  –  વેદનો પ્રકાર

જયાનંદભાઇ ડી. શુક્લ, ભાવનગર – યજુર્વેદ

ભગવતલાલ ભાનુપ્રસાદ શુક્લ, આણંદ – ઋગવેદ

ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટ, ભાવનગર – શાસ્ત્ર

સાહિત્ય ગૌરવ પુરસ્કાર

ડૉ. લક્ષ્મેશ જોષી, રુ. ૧.૦૦ લાખ, શાલ અને સન્માન પત્ર

યુવા ગૌરવ પુરસ્કાર શ્રી મિહિર ઉપાધ્યાય રુ. ૫૦,૦૦૦ શાલ અને સન્માન પત્ર

અકાદમી દ્વારા તા.૧૮/૦૨/૨૦૧૨ ના રોજ ગીર્વાણ ગુર્જરી રાષ્‍ટ્રીય કવિ સંમેલન દર્શનમ મહાવિદ્યાલય, છારોડી અમદાવાદમાં યોજવામાં આવ્‍યો હતો. જેમાં કુલ ૧૯ જેટલા સંસ્‍કૃત કવિઓએ કાવ્‍યપઠન કર્યું હતું.

અકાદમી અને સોમનાથ સંસ્‍કૃત યુનિવર્સિટી, વેરાવળ દ્વારા રાષ્‍ટ્રીય પરિસંવાદ અને નાટ્ય સ્‍પર્ધા, સંસ્‍કૃત સંભાષણ સ્‍પર્ધ, પ્રતિવર્ષ રાજ્યકક્ષાની સંસ્‍કૃત સંભાષણ સ્‍પર્ધા યોજવા માટે સંસ્‍કૃત ભાષાની સાહિત્યિક સંસ્‍થાને આર્થિક સહાય આપવામાં આવે છે.

સેન્ટર ફોર સંસ્કૃત વિકિપિડિયા કોન્‍ટેન્‍ટ ડેવલોપમેન્‍ટ ઇન ગુજરાત
સંસ્‍કૃત ભારતી ગુજરાત દ્વારા સંસ્કૃત ભાષાનો વિશાળ પાયે ફેલાવો થાય અને સમાજમાં લોકો સંસ્‍કૃત ભાષાનો વધુને વધુ ઉપયોગ કરે તે માટે સેન્‍ટર ફોર સંસ્‍કૃત વિકિપિડિયા કોન્‍ટેન્‍ટ ડેવલોપમેન્‍ટ ઇન ગુજરાતનો પ્રોજેક્ટ હાથ ધરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.૧૯.૯૦ લાખની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવી છે. આ યોજના હેઠળ સંસ્‍કૃત ભાષાના વિદ્યાર્થીની કાર્યક્ષમતા વધતા તેઓ સંસ્‍કૃત ભાષાને અન્‍ય ભાષામાં તરજુમો અથવા ટ્રાન્‍સલેશન અસરકારક રીતે કરી શકશે. તેમજ તેના દ્વારા રોજગારીની તકો ઉપલબ્‍ધ થઇ શકશે.આ સાંસ્‍કૃતિક વારસો વિકિપિડિયા પર ઉપલબ્‍ધ થતાં સમાજ તે અંગે માહિતગાર થશે. અને સંસ્‍કૃત ભાષા વિશે લોકોમાં જાગૃતિ લાવી શકાશે.

સરફરોશી પુસ્તક પ્રકાશન શ્રેણી
સરફરોશી પુસ્‍તક પ્રકાશન સમિતિની રચના કરવામા આવી છે. સમિતિની વિવિધ બેઠકમાં લેવાયેલાં નિર્ણય અનુસાર કુલ – ૩૬ ચરિત્રનાયકોનાં પુસ્‍તક પ્રગટ કરવામા આવ્‍યા છે. આ પુસ્‍તકો રાજયના વિવિધ ગ્રંથાલયો, શાળાઓ, કોલેજો અને રાજય સરકારના વિભાગોમા ભેટ આપવામા આવે છે. આ શ્રેણી હેઠળ નવા ૦૫ જેટલા ચરિત્રનાયકોના પુસ્‍તકો પ્રગટ કરવામા આવશે.

ગુજરાતી ભાષાના સાહિત્યકારોની દસ્તાવેજી ફિલ્મ
ગુજરાત સાહિત્‍ય અકાદમી દ્વારા ગુજરાતી ભાષાના ૩૫ ઉત્તમ સર્જકોના જીવન-કવન અંગેની વિગતોની દ્રશ્‍ય-શ્રાવ્‍ય સીડી અને ૪૨ મધ્‍યકાલીન સાહિત્‍યકારોની એમ કુલ ૭૭ (એક ભાગમાં ૭ સીડી પ્રમાણે) દ્રશ્‍ય-શ્રાવ્‍ય સીડી તૈયાર કરવામા આવી છે. આ સીડી સર્જક અને સર્જન ભાગ ૧ થી ૧૧ જેમાં એક ભાગ રૂ. ૫૦ લેખે વેચાણમા પણ મૂકવામાં આવી છે.

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર.
ગુજરાત રાજય સરકારના રમતગમત યુવા અને સાસ્‍કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય કેન્‍દ્ર સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સ્‍થાપના કરવામા આવી છે. આ કેન્‍દ્ર દ્વારા ચાલુ વર્ષમાં જાણીતા લોકસાહિત્‍યકાર ડો. ભગવાનદાસ પટેલને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્‍ય એવોર્ડ રૂ. ૧ લાખનો એવોર્ડ આપવામાં આવ્‍યો.