ગુજરાતમાં ઉત્તરભારતીઓ કે હિન્દી ભાષીઓ પર સતત હુમલા થયા હતા. તેમને ગુજરાતમાં તેમને અસલામતી લાગતા 1 લાખ લોકો ઉત્તરભારતીઓ ગુજરાત છોડી પોતાના વતન ચાલ્યા ગયા હતા. ત્યારે તેને લઈને ઉત્તરપ્રદેશના ભાજપ સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભર એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ માંગ્યું હતું. પણ રૂપાણીએ આજ સુધી રાજીનમું આપ્યું નથી કે તેમણે ઓમપ્રકાશને કોઈ જવાબ આપ્યો નથી.
ગુજરાતમાં વર્ષોથી રહેતા ઉત્તરભારતીઓને જો ત્યાંની સરકાર રક્ષણ પૂરું પાડી ન શક્તિ હોઈ તો સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. ઓમપ્રકાશ રાજભર યોગી સરકારમાં મંત્રી છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ છે અને તેઓ અવાર નવાર પોતાના અલગ અલગ સ્ટેટમેન્ટ માટે ચર્ચા મા જ રહે છે.
ગુજરાતમાં ઉત્તરભારતીઓ દંડાઓ વડે ફટકારવામાં આવી રહ્યા હતા. ત્યાંની સરકાર કોઈ ચોક્કસ પગલાં ઉઠાવી નથી રહી માટે તેઓ આ બાબતનો વિરોધ કરી રહ્યાં છે. ગુજરાતના આવા વલણ બદલ ભાજપની કમિટીમાં ફરિયાદ કરવામાં આવશે. આની પહેલા પ્રધાનમંત્રી મોદીના ચૂંટણી ક્ષેત્ર વારાણસીમાં પણ ગુજરાત સરકાર સામેં પ્રદર્શન કરી ગુજરાત સરકારને આડે હાથે લીધા હતા તેમજ આ સમગ્ર મુદ્દે પ્રધાનમંત્રી મોદી એ ચુપકી સાધી લેતા તેમના ખિલાફ પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.