યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ 5 દિવસમાં 1,358 કિમીની ‘ગંગા યાત્રા’ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નમામિ ગંગે કાર્યક્રમ’ ની સમીક્ષા કરી છે. 17 જાન્યુઆરી 2020 વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્ય સચિવ આર.કે. તિવારીએ આને લગતી રજૂઆત કરી છે. રાજ્યના સીએમ યોગી આદિત્યનાથ 27 જાન્યુઆરીથી 5 દિવસીય ‘ગંગા યાત્રા’ શરૂ કરવાના છે.
યોગી આદિત્યનાથ 1,358 કિલોમીટર લાંબી ‘ગંગા યાત્રા’ 31 જાન્યુઆરી સુધી કરશે. આ પ્રવાસ પશ્ચિમ બિજનોર અને પૂર્વ બલિયાથી કાનપુર સુધીની શરૂ થશે. 150 કિલોમીટર જળમાર્ગ અને બાકીના રસ્તાની મુસાફરી કરશે. આ યાત્રા 27 જિલ્લાના 1,000 ગામો અને 21 શહેરી સ્થાનિક સંસ્થાઓમાંથી પસાર થશે.
કેન્દ્રીય પ્રધાન તમામ મંત્રાલયો કે જે ગંગાને સ્વચ્છ રાખવા સાથે સંબંધિત છે. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને તે જ સમયે ગંગાને સ્વચ્છ રાખવા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આમાં ભાગ લઈ શકે છે.
રાજ્યની 79 ગટર સીધી ગંગામાં પડતી હતી તેને બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત 25 અન્ય ડ્રેઇનો બંધ કરાવવાનું પણ કામ ચાલી રહ્યું છે.
આ નદી દેશના 11 રાજ્યોની 40 ટકા જનતાને પાણી પૂરૂ પાડે છે. બીજા શબ્દોમાં કહો તો ગંગા ભારતની જીવનરેખા છે. આ નદી સતત પ્રદુષિત થઈ રહી છે. દુનિયાની 6 નંબરની પ્રદુષિત નદી માનવામાં આવે છે.
હરિદ્વાર અને ઉન્ન્વની વચ્ચે ગંગા નદીનુ પાણી પીવા અને સ્નાન કરવા લાયક નથી. લોકો ગંગાનુ પાની પીવે છે અને તેમાં સ્નાન કરે છે. ગંગામાં 2 કરોડ 90 લાખ લિટર પ્રદુષિત કચરો ઠલવાય રહ્યોછે. વિશ્વ બેન્કના રિપોર્ટ અનુસાર ઉતર પ્રદેશમાં 12 ટકા બિમારીનુ કારણ પ્રસુષિત ગંગાજળ છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકારે ગંગા નદીને સ્વચ્છ બનાવવા માટે મહત્વાકાંક્ષી ‘નમામિ ગંગે’ પ્રોજેક્ટનો આરંભ કર્યો હતો. તેમનો આ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો છે. ગંગાના પાણીમાં ‘વિષ્ટા(મળ) કોલિફોર્મ બેક્ટેરિયા’નું દૂષણ ૫૮% વધી ગયું છે.
૧૦૦૦ મિલીલીટર પાણીમાં ૨,૫૦૦થી વધુ કોલિફોર્મ માઈક્રોઓર્ગેનિઝ્મ્સની માત્રા હોય તો એ પાણી સ્નાન કરવા માટે યોગ્ય નથી. કોલિફોર્મ બેક્ટેરિયા’ પ્રતિ ૧૦૦ મીલીલીટરમાં ૪૯,૦૦૦ મળ્યા હતાં. જ્યારે ૨૦૧૪માં આ આંક પ્રતિ ૧૦૦ મીલીલીટરે ૩૧,૦૦૦નો હતો. જે ‘વિષ્ટાકોલિફોર્મ બેક્ટેરિયા’ ગટરલાઈનના દૂષણને દર્શાવે છે.
વારાણસીમાં ગંગા નદીમાં મુખ્ય પાંચ નાળાં મળે છે, જેનાથી પ્રતિ દિવસ દસ લાખ લીટરથી વધુ પ્રવાહ આવે છે. મોક્ષ નગરી તરીકે ઓળખાતા આ પ્રાચીન શહેર (વારાણસી) ના ઘાટો પર મૃત શરીર પણ મોટા પ્રમાણમાં પડેલાં હોય છે. એમના મોતનું કારણ એ છે કે ગંગાના પાણીમાં ઓક્સિજનની ઉણપ હોય છે.
૮૦ ઘાટ પર પાણીમાં ઓક્સિજનની માત્રા ૨૦૧૪માં ૮.૬ મિલિગ્રામ પ્રતિ લીટર હતી, જે ૨૦૧૭માં ઘટીને ૭.૫ મિલીગ્રામ પ્રતિ લીટર થઈ ગઈ છે.
નમામિ ગંગેના સ્ટેટસમાં ૨,૫૦૦ કિલોમીટર લાંબી પવિત્ર ગંગા નદી કેટલીયે જગ્યાએ પ્રદૂષણના વમળમાં ઘેરાયેલી દેખાય છે.
વારાણસી આ વડાપ્રધાનનો મતવિસ્તાર છે. પરંતુ અહીંયા એવું કશુંય નથી, ફક્ત સફાઈનો ભ્રમ થાય છે. જેવું સાબરમતિમાં ભારે પ્રદુષણ છે એવું વારાણસીની ગંગામાં છે. કોઈ સુધારો થયો નથી. લોકોને ભ્રમમાં નાંખવા માટે યાત્રા થઈ રહી છે. અત્યાર સુધીમાં રૂ.૮,૫૫૪ કરોડથી 10 હજાર કરોડનો ધુમાડો થયો છે. છતાં ગંગા પવિત્ર થવાને બદલે અપવિત્ર વધારે થઈ રહી છે.
બંગાળની ખાડીને મળતાં પહેલાં ગંગા ૧૦૦ શહેર અને હજારો ગામોમાંથી પસાર થાય છે. સરકારના કહેવા અનુસર ગંગા હજુ પણ ઉતરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા પાંચ રાજયોમાં પ્રતિ દિવસ ૧૪૪ નાળાંમાંથી પ્રદૂષિત પાણી ભળે છે.