રદ થયેલી કરોડોની નોટના કેસ દબાવી દેવામાં ભાજપના નેતાની સંડોવણી ?

ગુજરાતમાંથી જૂની ચલણી નોટ અને નવી બનાવટી નોટ સૌથી વધું પકડાઈ છે. આ અંગેનો કેસ આવકવેરા વિભાગ પાસે ગયા પછી અચાનક પડદો પડી જાય છે. મહેશ શાહ તેના માટેનું સૌથી મોટું ઉદાહરણ છે. અમદાવાદ રેન્જના આરઆર સેલ દ્વારા 3 ઓક્ટોબર 2018માં આણંદની સામરખા ચોકડી પાસે સ્કુટર પર લઈ જવાતી રૂ.3.70 કરોડની રદ થયેલી નોટ પકડાઈ છે. જે રૂ.1000 અને રૂ.500ની છે. આટલી મોટી માત્રામાં રદ થયેલી નોટો મળી આવતાં ઈન્કમટેક્ષ વિભાગને તેની જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ જાણવા જોગ અરજી જ કરે છે અને અગાઉના તમામ કેસ આવકવેરા વિભાગ સમક્ષ લઈ જવાયા બાદ કાયમને માટે તેના પર પડદો પાડી દેવામાં આવે છે. નોટો કોની હતી તેની જાહેરાત ક્યારેય થઈ નથી. આ સમગ્ર કૌભાંડમાં ગુજરાત ભાજપના એક નેતાનો દોરી સંચાર હોવાનું અને તેને રાષ્ટ્રીય ભાજપના એક નેતાનું પીઠબળ હોવાનું ઉદ્યોગ જગતમાં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર દેશમાં ગુજરાતમાં જ આવી નોટ વધું પકડાઈ છે. ત્યારે તેની પાછળ કોઈ રાજકીય હોવાની શંકા વધારે દૃઢ બની છે. મહેશ શાહનું પ્રકરણ પણ આ રીતે ઈવકવેરા વિભાગે દબાવી દીધું છે.

અગાઉ જૂન 2017માં વિદ્યાનગરમાંથી રૂ.25 લાખની રદ થયેલી નોટો પકડાઈ હતી. જેની વિગતો પણ બહાર આવી નથી. ખંભાતમાં 12 ટકાના કમીશનથી આ નોટો આપવાની હતી. આમ આવક વેરા પાસે જેટલાં આવા કેસ જાય છે તેની વિગતો બહાર આવતી નથી. ગુજરાતમાં આવા 140 બનાવો બન્યા છે. જેમાં મોટી રકમ આ રીતે સંડોવાયેલી હોય. પરંતુ તેમાંથી એક પણની સામે કોઈ ગુનો દાખલ કરાયો નથી કે તે નોટો મૂળ કોની હતી તે ક્યારેય જાહેર થયું નથી. જેમાં રાજકીય વ્યક્તિ દ્વારા શોદાઓ થતાં હોવાની ચર્ચા ઉદ્યોગ જગતમાં છે. આવા તમામ કેસની વિગતો આવકવેરા વિભાગ દ્વારા દિલ્હી અને મુંબઈ ખાતે જાણ કરવામાં આવ્યા બાદ તે કેસમાં કંઈ થતું નથી.