રદ થયેલી ચલણી નોટો પકડી પાડતી ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ

નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે શરૂ કરવામાં આવેલી ડ્રાઈવ દરમિયાન 64 લાખની રદ કરેલી જૂની ચલણી નોટો મૂકી પાંચ આરોપીઓ ફરાર થઈ ગયા છે જોકે આ ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસ.ઓ.જી ના સંયુક્ત ઉપક્રમે ભાગી ગયેલા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર તરલ ભટ્ટે માહિતી આપતા જણાવ્યું હતું કે નાસતા ફરતા આરોપીને પકડી પાડવાની ડ્રાઈવ દરમિયાન મહુડી પેથાપુર રોડ ઉપર લોકલ ક્રાઈમ બ્રાંચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે મહુડી તરફ થી ગાંધીનગર આવી રહેલી એક કાર શંકાસ્પદ હાલતમાં નજરે પડી હતી જેને રોકવાનો પ્રયાસ કરતા અંદર બેઠેલા આરોપીઓ કાર ભગાડીને રોડની સાઈડમાં મુકી ફરાર થઈ ગયા હતા જેનું સઘન ચેકિંગ કરતા કારની સીટ માંથી ભારત સરકારે રદ કલી 64,49,500 ની ચલણી નોટો ના બંડલો મળી આવ્યા હતા જોકે પોલીસે હાલમાં આરોપીઓએ મૂકેલી રેઢી કાર અને ચલણી નોટો જપ્ત કરી છે.તો બીજી તરફ એક આરોપીનું ગાડી માં પડી ગયેલું લાઇસન્સ તેમજ અન્ય દસ્તાવેજોના આધારે કાર માલિક અને એક આરોપીનું નામ બહાર આવી છે જે અંતર્ગત
દિવાન સિંહ દેવીપૂજક અને કાર માલીક જયંત સિંહ સોલંકી ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે