#MeToo – દિલીપ પટેલ
35 સીરિયલ, 80 ગુજરાતી ફિલ્મ, 20 સ્ટેજ શૉ તેમજ અનેક રેડિયો પ્રોગ્રામ કરેલા છે. એવી અભિનેત્રી ભાવિની જાનીએ kbharchhe.com સાથે વાત કરતાં #MeToo ચળવળ અંગે કહ્યું હતું કે, સ્ત્રીઓએ ઝડપી પ્રગતિ માટે પૂરૂષોની ગંદી હરકતો સહન કરી લેવી ન હોઈએ. તેમણે ચલચિત્ર અને નાટકના પડદા પાછળની પુરૃષોની ગંદી હરકતો અંગે નિખાલસ વાત કરતાં કહ્યું હતું કે, હું 10 વર્ષની નાની કલાકાર હતી ત્યારે વયોવૃદ્ધ કલાકાર શ્રીકાંત સોનીએ સાંજે પ્રેક્ટીશ કરતી વખતે મને અચાનક ખેંચી અને કિસ કરી લીધી. તે વધું આગળ વધે તે પહેલાં તેને ધક્કો મારીને બહાર નિકળી ગઈ હતી. હવે મારા પિતાની ઉંમરના આ કલાકર જો એક નાની બાકી સાથે આ રીતે વર્તી શકતાં હોય તો પછી રમેશ મહેતા અંગે તો શું કહેવું. ગુજરાતી ફિલ્મના અત્યંત લોકપ્રિય હિરો અને હાસ્ય કલાકાર રમેશ મહેતા સાથે મને સૌથી ખરાબ અનુભવ થયો હતો. તે રાસ્કલ હતા. ઘરડાં થઈ ગયા ત્યારે પણ તે કહેતાં હતા કે મારો એક પગ કબરમાં હોય અને હું મૃત્યુ પામું ત્યાં સુધી રોજ રાતે એક નવી જોઈએ. હું સાવ નવી કલાકાર હતી ત્યારે મને એક વખત તેમણે બોલાવી અને કહ્યું કે લે દારુ પી. મેં કહ્યું, હું પીતી નથી. તું પીતી નથી ? મને ન ગમે તે રીતે તેઓ મારી સામે જોવા લાગ્યા હતા. માલો પતિ મૂંજ અને રાજા ભરથરી જેવી ગુજરાતની સુપરહીટ ફિલ્મ આપનાર રમેશ મહેતા મારી સામે તાકીને જોઈ રહ્યાં. બે લોકોને બોલાવીને કોઈ વસ્તુ આપી અને કહ્યું કે હું આ પણ સેવા કરું છું. મેં પૂછ્યું શું સેવા કરો છો ? તેમણે તુરંત કહ્યું કે આ છોકરાઓ લઈ ગયા તે કોન્ડોમ હતો. હું હંમેશ સાથે નિરોધ રાખવું છે જેને જરૂર હોય તેમને આપું છું.
હું ઊભી થઈને ત્યાંથી ચાલતી થઈ ગઈ.
બીજે દિવસે તેમનો નશો ઉતર્યો એટલે મેં કહ્યું જે વેચાતું હોય તેને ખરીદ કરજો. પણ હું તેમાં નથી.
રમેશ મહેતાએ મારો હિરોઈન તરીકેનો રોલ ટુંકાવી દીધો. આખી સ્ક્રીપ્ટ જ બદલી નાંખી. ફિલમમાં મારું પાત્ર મારી નાંખ્યું અને મને ફિલ્મ પુરી કરાવી દીધી હતી.
આટલા મોટા ગજાના કલાકાર જો મહિલાઓ સાથે આવા માલિકી હક્ક ધરાવતાં હોય તો તે શું નહીં કરતાં હોય ?
“ગુજરાતી વેડીંગ ઇન ગોવા”, હીરો જય હિતાની, હીરોઇન ગરિમા રાઇમા, જાણીતી ગુજરાતી કલાકાર ભાવિની જાની છે. તેમણે “થઇ જશે” ફિલ્મમાં કામ કર્યું છે. તે કહે છે કે, મને પુરુષોનાં ઈગો નથી નડતા.
ભાવિની જાની કહે છે કે, ભરત દવે સાથે હું બરી ધ ડેડનું ગુજરાતી નાટક કરતી હતી ત્યારે શુભાષ બ્રહ્મભટ્ટ મારી પાછળ અચાનક આવ્યા અને મને કમરથી પકડી લીધી. મેં તુરંત તેને ગુસ્સાથી કહ્યું કે હું હતું સશક્ત છું. મને કોઈના ટેકાની જરૂર નથી. તમે આ રીતે મારી સાથે વર્તી ન શકો. ત્યારે કેટલાંક લોકો આવ્યા અને મને કહ્યું કે શુભાષ સારા વ્યક્તિ છે. તેમનો આવો ખરાબ સ્પર્શનો ઈરાદો ન હોય. પણ હું તો દૂધની દાઝેલી હતી તેથી છાશ તો ફુંકીને જ પીવું એવી હતી.
ભાવિની જાની – ગુજરાતી ફિલ્મ, ટીવી, સ્ટેજ કલાકાર તરીકે પ્રખ્યાત છે. તેમણે 35 ગુજરાતી સીરીયલ કરી છે તે અંગે કહે છે કે, એક સીરીયલમાં તો મને બિફોર ટાઈમ બોલાવી લેવામાં આવતી હતી. આ અંગે મેં ડાયરેક્ટરને કહ્યું કે કેમ આવું મરી સાથે વર્તન કરો છો. કેમ તમે મને હેરેસ્મેન્ટ આપો છો. ત્યારે તે ડાયરેક્ટરે કહ્યું કે મેં તને આટલી ફેમસ બનાવી છે તો તારે મને કંઈક તો આપવું જોઈએ. માટે. મેં તેને કહ્યું કે હું કલાકાર છું. 23 વર્ષની હતી ત્યારે પણ 60 વર્ષના વૃદ્ધ પાત્રનો રોલ કરેલો છે. હું કોઈ વેચાવ ચીજ નથી. મારી કલાના કારણે તમે મને રોલ આપ્યો છે.
આમ 42 વર્ષથી તેઓ ગુજરાતી ફિલ્મ અને ટીવી સીરીયલમાં કામ કરે છે. અને આવા કેટલાંક અનુભવો થયા છે. તે કહે છે કે, મહિલાના કુટુંબના સંસ્કાર જો મજબૂત હોય તો તે આ બધું કરતાં રોકી શકે છે. કોઈ પણ મહિલા સાથે જ્યારે અનિચ્છનીય સ્પર્શ થાય કે એવું કંઈ થાય તો તુરંત તેનો પ્રતિકાર કરો. મુંગા ન રહો. પૂરૂષો જે કરે છે તેને સહન કરીને મૌન સંમતિ ન આપો. આટલું કરશો તો તમે સલામત રહેશો.
હું રસ્તા પર જતી હતી ત્યારે એર સડક છાપ રોમીયાએ મરી છેડતી કરી હતી. તેને મેં પકડી લીધો અને પોલીસ સ્ટેશન મારતી મારતી લઈ ગઈ. ત્યાં મેં પોલીસ અધિકારીને કહ્યું કે આજે મારી પાસે રિવોલ્વર હોત તો આને મેં શૂટ કર્યો હોત.
કોઈ પણ ફિલ્ડમાં મહિલાઓ ઝડપથી આગળ વધવા માંગતી હોય છે ત્યારે તેનો ફાયદો પૂરુષો ઉઠાવે છે. મહિલાઓએ એવું ન કરવું જોઈએ. પછી ભલે તે પત્રકાર હોય કે કોઈ પ્રાઈવેટ કંપનીમાં કામ કરતી હોય.
12 ઑગસ્ટ, 1965ના દિવસે જન્મેલા ભાવિની જાની કહે છે કે મને કલાકાર તરીકે 42 વર્ષ થયા છે. તેઓ મણિનગરની જયહિંદ હાઈસ્કૂલથી શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. ત્યારબાદ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવેલું છે. સ્વામિનારાયણ કૉલેજ, શાહઆલમ ખાતે પોતાની સેવા આપેલી છે. પોતાની કારકિર્દી ગુજરાતી અભિનેત્રી તરીકે જાણીતી છે.
ગુજરાતી ભાષાની જાણીતી બનેલી ટીવી શ્રેણી ‘કાકા ચાલે વાંકા’માં તેમણે કાકી તરીકેનો રોલ કરી ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. ‘જાગ્યા ત્યારથી સવાર’ નામની એક જાણીતી ટીવી શ્રેણીમાં મુખ્ય ભૂમિકા ભજવી સામાજિક જાગૃતીની ચેતના જગાવી છે. અમદાવાદમાં દીકરી દિનની ઉજવણી વગેરે જેવી સામાજિક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવાઓમાં સતત કાર્યરત છે. સાજણ વિના સૂનો સંસાર, ઢોલો મારા મલકનો વગેરે અનેક ગુજરાતી ફિલ્મોમાં યાદગાર અભિનય આપેલો છે.
વૃદ્ધ માતાઓ માટે સ્ટેન્ડ-અપ કૉમેડી શો કરે છે. 1997માં ગુજરાત સરકાર તરફથી તેમને બહાદુરી ઍવોર્ડ પ્રાપ્ત થયેલ છે, તેમજ ફિલ્મ, ટીવી, સીરિયલ અને સ્ટેજ શૉના 10થી વધુ ઍવોર્ડ મુંબઈ ટ્રાન્સમીડિયા તરફથી પ્રાપ્ત થયેલ છે.
તેને માતૃભાષા ગુજરાતીનું ખૂબ જ ગૌરવ કરે છે. પોતે ગુજરાતી હોવાનો ગર્વ વ્યક્ત કરે છે. ખંત, ખમીર અને ખુમારીથી ભરેલ ગૌરવશાળી ગુજરાતી સંન્નારી છે. ગુજરાતી સાહિત્યનો સારો એવો આસ્વાદ માણેલો છે. માતૃભાષા ગુજરાતીનો વિશ્વભરમાં ખૂબ જ સારો એવો પ્રચાર – પ્રસાર અને પુરસ્કાર થાય તેવી તેની અંતરની ઈચ્છા છે.
એક અન્ય મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે,
રમેશ પારેખનાં ગીતો વધારે ગમે છે. ન કૌંસમાં ન કૌંસ બહારમાં – સરોજ પાઠક, ઊર્ધ્વમૂલ, માલવપતિ મુંજ – કનૈયાલાલ મુનશીની નવલકથા ગમે છે. મા(જનેતા) જેવી મારી ગુજરાતી ભાષા અને ભવ્ય ભાતીગળ ગુજરાતી સંસ્કૃતિ અણમોલ છે. માલવપતિ મુંજ, વીર માંગડાવાળો ગમતા કલાકાર – ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મ મને હંમેશ ગમી છે. કાકા ચાલે વાંકા, જિંદગી એક સફર, જાગ્યા ત્યાંથી સવાર, ઝરૂખો એ ટીવી સીરીયલમાં મને આનંદ આવ્યો છે. રમેશ પારેખ, જ્યોતીન્દ્ર દવે, ચીનુ મોદી મારા પ્રિય લેખકો છે. રાઈનો પર્વત, સરોજ પાઠકની ટૂંકી વાર્તાઓ મને ખૂબ ગમે છે.
તે કહે છે કે, ખંત, ખમીર અને ખુમારીની ત્રિગુણી રસી જન્મતાંવેંત જેણે પીધી તે ગુજરાતી છે.