પ્રાથમિક સુવિધાઓના મુદ્દે મતદારો ચૂંટણી સમયે સત્તાધારીઓ સામે ડીસાની ચંદ્રલોક સોસાયટીનો રોડ વિસ્તારમાં બેનરો લગ્યા છે અને તેમાં આ લખાણો લખાયા છે. “મહેરબાની કરી વોટ માગશો નહિ” રસ્તો,ગટર ખરાબ છે માટે બીમાર પડશો… લી.ચંદ્રલોક” સોસાયટી
ફક્ત આ જ વિસ્તારનાં જ પ્રશ્નો નથી પણ ડીસાના મોટાભાગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ અથવા અપૂરતી હોવાના કારણે સ્થાનિકો અકળાઈ ઉઠ્યા છે. જયારે આ વિસ્તરના લોકોની માંગ છે કે તેમના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન રોડ તોડી નાખ્યા છે તે ફરી નવા બનતા નથી અને બીજી તરફ વરસાદી તેમજ ગટરના પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થા નથી.ગટરો સાંકડી હોવાથી ઉભરાય છે તેની સફાઈ પણ સમયસર થતી નથી. વધુમાં ચોમાસા દરમિયાન જો થોડો પણ વરસાદ થાય ત્યારે વરસાદી પાણી નીકળવાની યોગ્ય વ્યવસ્થાનાં અભાવે તે પાણી લોકોના ઘરમાં પણ ઘુસી જતું હોય છે.જેને લઈને રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉદભવે છે.આ વિસ્તારનો લોકો દ્વારા તંત્ર સામે રજુઆતો કરવા છતાં કોઈ નિકાલ ન આવતા રહીશો ચૂંટણીનો બહિષ્કાર કરવાના મૂડ આવી ગયા છે અને બેનર વોર શરૂ કરી દીધું છે.જોવાનું રહ્યું કે આ સોસાયટીનાં રહીશોની તકલીફનું કોઈ સમાધાન આવશે કે દર ચૂંટણી સમયે મળતા વચનોની લ્હાણી જ મળશે તે તો આવનારા સમયે ખબર પડશે પણ હાલમાં તો મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.