રસ્તા પર ધોળે દિવસે ચલણી નોટોનો વરસાદ,રાહદારીઓએ લૂંટ મચાવી

કોલકાતા,તા.૨૧
કોલકાતાની એક સડક પર બપોરે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની ચલણી નોટોનો વરસાદ થતાં રાહદારીઓએ લૂંટાલૂંટ કરી મૂકી હતી.

સ્થાનિક પોલીસને જાણ થતાં તરત ત્યાં દોડી આવી હતી અને ભીડને હટાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસમાં રસપ્રદ વિગતો મળી હતી.

વાત એવી હતી કે કોલકાતાની બેÂન્ટંગ સ્ટ્રીટમાં આવેલી એક કમર્શિયલ ઇમારતના છઠ્ઠા માળે આવેલી હાક મર્કન્ટાઇલ લિમિટેડ નામની કંપનીની આૅફિસમાં ડાયરેક્ટોરેટ આૅફ રેવન્યુ ઇન્ટેલિજન્સનો દરોડો પડ્યો હતો. તેથી ગભરાયેલા કંપનીના કર્મચારીઓએ આશરે દસ લાખ રૂપિયાની ચલણી નોટો બાથરૂમની બારીમાંથી નીચે ફેંકવાની શરૂઆત કરી હતી.

આ નોટો આંચકી લેવા રાહદારીઓમાં લૂંટાલૂંટ થઇ હતી. ધોળે દિવસે બપોરે અઢી વાગ્યાની આસપાસ બનેલી આ ઘટના વખતે સડક પર સારી એવી ભીડ હતી અને બારીમાંથી નોટોનો વરસાદ થતાં ભીડ વધી ગઇ હતી.