અમદાવાદના કાંકરીયાના એમ્યુઝમેન્ટ પાર્કમાં લાગેલી રાઈડનું સ્ટ્રકચર તેમજ મિકેનિઝમ ચકાસવાની તમામ જવાબદારી રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની હોય છે. રાઈડની યોગ્ય ચકાસણી નહી કરાઈ હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આરએન્ડબી વિભાગે વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું હતું કે નહી તેની પણ તપાસ પોલીસ અધિકારી કરી રહ્યા છે. આરએન્ડબી, ફાયર ડિપાર્ટમેન્ટની મજૂંરી બાદ જ એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મજૂંરી પોલીસ વિભાગ દ્ધારા અપાતી હોય છે. આ ઉપરાંત એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકોએ વીમો લેવો ફરજિયાત હોય છે.
આ રાઈડ લોકલ મેડ (સ્થાનિક બનાવટ- એસેમ્બલ) હતી. આ રાઈડનું ઓટોમેશન એલ એન્ડ ટી કંપની દ્વારા કરાયું હતું.