અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ શહેરી બાવા શકીલ અહેમદનો દીકરો શરીફ ચોરી કરતાં પકડાયો છે. બહેરામપુરા વોર્ડમાં જમનાદાસની ચાલીમાં રહેતાં પારસમલ રોષન જૈનની દૂધની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને તેમાંથી ચોરી કરી હતી. પોલીસે તેની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આમ તો તેની ટોળી પકડાઈ ન હોત પણ સામે જ રહેલાં એક જીવંત કેમેરામાં દુકાનમાં ચોરી થતી હોવાનું લાઈવ રેકોર્ડીંગ થઈ ગયું હતું. લોખંડના એક પીપડામાં દિવસના વકરાના રૂ.8.47 લાખ મૂકેલા હતા. તે રકમ આ ઠગ ટોળકી ઉઠાવી ગઈ હતી. તે અંગે સીસીટીવી રેકોર્ડીંગની તપાસ કરતાં તેમાં ત્રણ ચોર ભાગતાં દેખાયા હતા. જે અંગે આસપાસના લોકોની પુછપરછ કરતાં અને તે વિડિયો ફૂટેજ બતાવતાં ચોરી કરનાર બીજું કોઈ નહીં પણ ભૂતપૂર્વ કોર્પોરેટર શકીલ અહેમદનો દીકરો શરીફ અહેમદ હોવાનું ખૂલ્યું હતું. તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. શરીફ વિરૂદ્ધ થોડા સમય પહેલાં મારામારીનો કેસ થયેલો છે. આમ એક શહેરી બાવાનો પુત્ર ચોરી અને ગુંડાગારીના રવાડે કેમ ચઢી ગયો તે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગુજરાતી
English




