સીબીટીડીએ ગમે તે રીતે કરચોરી ડામવા ચાલુ નાણાકીય વર્ષ માટે જે આઈટીઆર ફોર્મ જારી કર્યા છે તેમાં કરદાતાઓની વધુમાં વધુ વિગતો મેળવવાનો પ્રયાસ થયો છે. તેને પગલે કરદાતાની ીૂપી આવકો પણ છતી જાય તેવો પ્રયાસ થશે. રાજકીય પક્ષો માટે પણ રૂા. બે હજારથી વધુના ડોનેશન અંગે ડેક્લેરેશન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. ભાડાની આવક બતાવનારે ભાડુઆતનો પાન નંબર દર્શાવવાનો રહેશે. એનઆરઆઈ કરદાતાઓએ જે-તે દેશનું નાગરિકત્વ ધરાવતા હોય તે તે દેશનું નામ અને તે દેશનો ટેકસ આઈડેન્ટીફીકેશન નંબર પણ દર્શાવવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ગત વર્ષે સરકારે આ ફોર્મ
બહાર પાડવામાં ઘણું મોડુ કરી દીધું હતું. તેથી ભારે વિવાદ થયા હતા. હવે નાણાંકીય વર્ષ 19-20 માટે રીટર્ન ફોર્મ એપ્રલિના પ્રથમ સપ્તાહમાં જ બહાર પાડી દેવાયા છે. જેમાં 27 સુધારા કરવામાં આવ્યા છે. કરદાતાઓ પાસેથી વધુમાં વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટેકસ એડવાઈઝર પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ આઈટીઆર-2 તથા આઈટીઆર-3માં રેસીડેન્ટ કરદાતાઓ ભારતમાં 182 દિવસ રહ્યા હોવાનું જાહેર કરવું પડશે. જયારે આઈટીઆર-4 સિવાયનું રિટર્ન ભરનારે પોતાની પાસેના અનલિસ્ટેડ કંપનીના શેર હોય તો તે કંપનીની વિગતો પણ દર્શાવવી પડશે. જીએસટીની રિટર્ન વિગતો પણ આઈટીઆરમાં બતાવવી પડશે
ગુજરાતી
English



