રાજકોટમાં માણસ દીઠ એક વાહન થઈ ગયું છે. 25 લાખની વસતી સામે અહીં 23 લાખ વાહનો થઈ ગયા છે. રાજકોટ આરટીઓમાં 20.25 લાખ વાહનો નોંધાયા છે. રાજકોટમાં સૌરાષ્ટ્રભરના લોકો કાયમી વસવાટ કરવા આવે છે ત્યારે પોતાના ગામનું વાહન પણ લાવે છે. જે રાજકોટની વાહન વ્યવહારની કચેરીમાં નોંધાયેલું હોતું નથી. તેથી આવા 3થી 4 લાખ વાહનો રાજકોટની સડકો પર ચાલે છે. આમ ગુજરાતનો પ્રથમ એવું શહેર બની ગયું છે કે જ્યાં માણસ દીઠ એક વાહન છે.
2014-15માં 1.37 લાખ, 2015-16માં 1.24 લાખ, 2017-18માં 99 હજાર વાહનો નોંધાયા હતા. રોજના નવા 250 વાહનો રોજકોટમાં નોંધાય છે. વર્ષે સરેરાશ 90,000 વાહનો નવા કે જુના આવે છે. ગાંધીનગરની વાહન વ્યવહાર કમિશનરની કચેરીએ તૈયાર કરેલા અહેવાલમાં આ વિગતો બહાર આવી છે. આમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શહેરમાં સૌથી વધું વાહનો માથા દીઠ છે. આ વિક્રમ પહેલાં સુરત પાસે હતો હવે તેનો તાજ રાજકોટને શીરે ગયો છે. એક એવું અનુમાન છે કે, 10 વર્ષમાં 12 લાખ નવા અને જુના વાહનરાજકોટમાં આવી ગયા હશે ત્યારે શહેરના રસ્તા પર વાહન લઈને નિકળવું મુશ્કેલ બની જશે.
15 વર્ષથી વધું જુના વાહનો રાજકોટમાં સૌથી વધું છે. જે રાજકોટ વાહન વ્યવહાર કચેરીમાં નોંધાયેલા હોય એવા 3.5 લાખ અને બીજા જિલ્લાઓમાં નોંધાયેલા પણ રાજકોટમાં ચલાવવામાં આવતાં હોય એવા બીજા એટલી જ વાહનો હોવાનું માનવામાં આવે છે. તેનાથી પ્રદૂષણ વધે છે.
જિલ્લા-શહેરમાં કુલ વાહનો
બાઈક- 1238579
મોપેડ- 309961
કાર- 219289
કોમર્શિયલ વાહનો —-
ટ્રેકટર – 81627
ટ્રક- 30812
ટેન્કર- 1862
ડિલિવરી વાન- 43,523
ઓટોરીક્ષા- 30,456
પ્રાઈવેટ બસ- 4218
મેક્સી કેબ- 2575
ટેકસી કેબ- 5091
સ્કૂલ બસ- 854
પ્રાઈવેટ સર્વિસ વ્હીકલ- 469
એમ્બ્યુલન્સ- 572
જીપ- 4993
અન્ય વાહનો- 50,464
કુલ- 2025345