રાજકોટમાં ધમધમતું નકલી આરટીઓ ઝડપાયુઃ મેમો ની રકમ ઓછી કરીને લોકોને નકલી રશીદ પકડાવતાં ભેજાબાજો

રાજકોટ તા. ૮ ટ્રાફિકના બદલાયેલા નિયમો અને દંડની વધુ રકમનો લાભ લઇને લોકોને નકલી મેમોની રશીદ આપતાં કૌંભાડ કારીઓની  શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.  વાહન ચાલકોને નિયમોના ભંગ બદલ અપાતા આરટીઓના મેમો ભરવા આવતાં વાહન ચાલકોને દંડની રકમ ઓછી કરવાની લાલચ આપીને તેમને ભોળવીને છેતરી લેવાતાં હતાં.  દંડની રકમમાં ઘટાડો કરી ઓછો દંડ કરી દેવાના બહાને આવા વાહન ચાલકોને નકલી પહોંચ પધરાઇ દેવામાં આવતી હતી. આમ નકલી આરટીઓ ચલાવતાં બે મુખ્ય સુત્રધાર સહિત ૬ શખ્સોને એસઓજીએમુદ્દામાલ સાથે ઝડપી લીધાં છે. બનાવટી  ઇ-પહોંચ બનાવવાના સાધનો જેવાકે પ્રિન્ટર, સ્ટેશનરી તેમજ ઇલેક્ટ્રોનિક સામગ્રી  સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ત્રણેક મહિનાથી બે નકલી આરટીઓ ચાલતું  હોવાનું ખુલતાં ચકચાર મચી ગઇ છે. રાજકોટ ઉપરાંત અન્ય જીલ્લા  પહોંચ પણ મળી હોઇ સમગ્ર કૌભાંડના તાર સુરેન્દ્રનગર સુધી પણ જોડાયેલા હોવાની  શકયતા છે

નકલી પહોંચમાં બારકોડેડ પણ આ ગઠીયા ચોંટાડી દેતાં હતા. આરટીઓ એજન્ટ યશરાજ માંજરીયા પણ સામેલ છે. આ માહિતીને આધારે એસઓજીની ટીમે જય સિંધવાની રૂમમાં દરોડો પાડ્યો હતો. અહિથી આરટીઓ એજન્ટ હસનવાડી-૨ના યશરાજ કાઠી તથા બીજા બે આરટીઓ એજન્ટ જયરાજગેડીયાને પકડી લીધા હતાં.એસઓજીએ  લેપટોપ,  પ્રિન્ટર, ચાર  મોબાઇલ ફોન, આરટીઓના ૧૦ સિક્કાઓ, ઇ-પહોંચો, મેમા, રશીદો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. વિશેષ તપાસમાં બહાર આવ્યા મુજબ અગાઉ યશરાજ કાઠી અને મનિષ ઉર્ફ સાગર મહેતા સાથે મળી નકલી પહોંચોથી દંડ ભરપાઇનું કામ કરતાં હતાં.