રાજકોટ મહાપાલિકાના ભાજપના કાઉન્સિલર અને રોશની શાખાના અધ્યક્ષ મૂકેશ રાદડિયાએ 2019ના નવા વર્ષની ઉજવણી દાદાગીરીથી કરી છે. રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર રાજ રેસીડેન્સીમાં ધસી જઈને સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. તેમના આતંકથી આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. સામે પક્ષે પણ લોકોએ ભાજપના આ નેતાને ફટકારવામાં આવ્યા હતા. ભાજપના મુકેશ રાદડિયા અને તેની સાથે રહેલા સાગરીતો ઘવાયા હતા. ભાજપના કાઉન્સિલર મુકેશ રાદડિયાએ મોબાઈલ ફોનમાં બીભત્સ ગાળો આપી હતી. તારા ઘરમાં ગમે ત્યારે પડીશ. સહિતના ઉચ્ચારાયેલા ધમકી ભર્યા શબ્દો બાદ નવા વર્ષની ઉજવણી મુકેશ રાદડિયા અને તેના સાગરીતોએ કરી હતી.
જાહેરમાં ગાળો બોલી હતી. જેના કારણે મુકેશને માર પડ્યો હતો. માથામાં ઈજા પણ થઈ હતી.
રહીશો સાથે મોબાઈલ પર થયેલી વાતચીત ઓડિયો વાયરલ થઈ હતી તેમાં અભદ્ર શબ્દો બેફામ બોલાયા છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તારમાં જ તેમના પક્ષના કાઉન્સિલરો વારંવાર આ રીતે દાદાગીરી કરતાં પકડાયા છે. તેથી એક એવી છાપ ઊભી થઈ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ રીતે દબંગાઈ કરતાં હોવાથી પક્ષની બગડેલી છાપ વધારે ખરાબ થાય છે.
આ અગાઉ પણ કોર્પોરેટરમાંથી ભાજપના ધારાસભ્ય બનેલા નેતાએ પણ આવી જ બબાલ કરી હતી. શું થયું હતું ત્યારે…..
નવદંપતી સીધું ફરિયાદ કરવા પહોંચ્યું
ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સતત વિવાદમાં રહે છે. ધારાસભ્ય રૈયાણી અને તેના સાગરીતોના ત્રાસથી રાજકોટમાં રહેતો એક પરિવાર પોતાના દીકરાની જાન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો. ભાજપના આ ધારાસભ્ય રૈયાણીએ સોસાયટીના મુખ્ય દરવાજાને દૂર કરવા માટે રૂ.10 લાખની માંગણી કરી હતી તેવો આક્ષેપ આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.
કોર્પોરેટરમાંથીધારાસભ્ય,પણગુણોનગયા
વિધાનસભા ચૂંટણીમાં મ્યુ. કોર્પોરેશન શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય બની ગયા હતા. નિયમ મુજબ તેઓને ધારાસભ્ય અથવા કોર્પોરેટર બેમાંથી એક પદનું જ માનદ વેતન મળે. રૈયાણી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના જમણા હાથ સમાન છે. તે રૂપાણીના તમામ ઓપરેશન પૂરા કરે છે. એવું પક્ષના કાર્યકરો પણ કહે છે.
રાજકોટમાં ‘રૈયાણી’રાજ
15 ફેબ્રુઆરી 2018માં નાના અમથા ઝઘડામાં ભાજપના MLA રૈયાણીના નાના ભાઈ સુરેશએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. જેનો વીડિયો પણ બહાર આવ્યો હતો. આવી બાબતોમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહુ કુખ્યાત ગણાય છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના નાના ભાઈ સુરેશ અને તેના સાગરિતો ભૂપત ભરવાડ અને શૈલેષની પોલીસ દ્વારા 29 વર્ષના પ્રદીપ પટેલની હત્યા કરવાના પ્રયાસ બદલ ધરપકડ કરી હતી