રાજકોટ જિલ્લાની લોકસભા બેઠકમાં બે પાટીદારો ભાજપમાંથી મોહન કુંડારીયા અને કોંગે્રસમાંથી ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાને મેદાનમાં ઉતાર્યા છે. 2017માં સૌરાષ્ટ્ર અને કચ્છ વિધાનસભાની ચૂંટણીમાં 53 ધારાસભ્યો માંથી ભાજપના માત્ર 22 ચૂંટાયા હતા અને કોંગ્રેસા 31 ધારાસભ્યો ચૂંટાયા હતા. ભાજપનો 25 વર્ષમાં રાજકોટ લોકસભા બેઠક પર એક વખત પરાજય થયો છે. બીજી વખત તેનો સ્વાદ કડવો લાગશે. કારણ કે રાજકોટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સારા કામો કરવાના બદલે પક્ષાંતર અને પક્ષાપક્ષી કરી છે. જે મતદારો જાણી ગયા છે.
મોહન કુંડારીયાની કામગીરીથી શહેરીજનો પ્રભાવિત છે, પરંતુ ગામડાના મતદારોમાં નારાજ છે. વાયદાઓ પૂર્ણ થયા નથી. ખેડૂતોને પાક વિમો મળ્યો નથી. ખેડૂતોમાં રોષ છે. પુરતા ભાવ નથી. ગામડાંઓમાં 4 થી 5 દિવસે પીવાનું પાણી આવે છે. ખેડૂતોને સિંચાઈનું પૂરતું પાણી મળતુ નથી. ગામડાઓના લોકો હતાશ છે. પાણીની વર્ષોથી કાયમ તંગી રહી છે. જે રૂપાણી કે મોદીએ ઉકેલી નથી. તેનો રોષ મતદારોમાં છે. યુવાનો નાખુશ છે.
એરપોર્ટની કે એઈમ્સની કામગીરી શરૂં થઈ નથી. ઉદ્યોગના અભાવે બેરોજગારી વધી છે. રેલ્વેની સુવિધા વધી નથી.
મગફળી ખરીદી કૌભાંડ અહીંના લોકો યાદ કરી રહ્યાં છે. જેમાં ભાજપના નેતાઓના નામ બહાર આવ્યા હતા. તે તપાસ અદ્ધર કરી દેવામાં આવી છે.
જ્ઞાતિના મતદારો
પટેલ 5,50,000
કોળી 3,00,000
દલિત 1,10,000
ક્ષત્રિય 1,10,000
કુલ 18,65,710