રાજપથના 1 કરોડના મેમ્બર કૌભાંડમાં પોલીસ બચાવી રહી છે

રાજપથ ક્લબ મેમ્બરશિપ કૌભાંડ કરનાર હિતેશ દેસાઈએ ડિએક્ટીવ 40માંથી 15 મેમ્બરશિપ એવી છે, જેમાં મેમ્બર્સને સીધા મેમ્બરશિપ કાર્ડ રૂ.2થી 5 લાખમાં આપી દેવાયાં હતાં. આ એક કરોડનું કૌભાંડ થયું હોવાનું માનવાવામા આવે છે. જેમણે ફોર્મ ભર્યાં નથી, કોઈ ડોક્યુમેન્ટ ક્લબમાં આપ્યાં નથી તેમ જ ક્લબની ટ્રાન્સફર ફી રૂ. 2.50 લાખ પણ ભરી નથી. વસ્ત્રાપુર પોલીસે કૌભાંડમાં સહઆરોપી તેમને બનાવશે. 25 મેમ્બરશિપ ફોર્મમાં હિતેશ દેસાઇએ ડિરેક્ટર મુકેશ ઘીયાની ખોટી સહી કરી હતી. ફોર્મમાં મુકેશની સહી હોવાથી ફેનિલ અને જયેશે પણ સહીઓ કરી હતી. જેથી આ કૌભાંડમાં હાલમાં ફેનિલ શાહ કે જયેશ ખાંડવાલાની કોઇ સંડોવણી નહીં હોવાનું પોલીસનું કહેવું છે. પોલીસ આ બન્નેને બચાવી રહી છે. કારણ કે સહી કરતાં પહેલાં તેમણે ચકાસણી કરવી જોઈતી હતી. કોઈકે સહી કરી છે તેથી તેમણે કરી હતી એ બચાવવા માટેનું બહાનું છે.