સુરત-રાજપીપળા ST બસ નંબર GJ 18-3713ના કંડક્ટર એચ એન મોદીની લુખ્ખી દાદાગીરી કરતાં અને તેનો વિડિયો ફિલ્મ ઉતરી જતાં સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ ભાઈ એક ST બસનો કંડક્ટર જે એક આધેડ વયના માણસને માર મારે છે. બસની અંદર મહિલાઓ અને ભાન ભુલીને ખુલ્લી ખુલ્લી એક દમ ખરાબ ગાળો બોલે છે. સરકારી અધિકારી ગાળો બોલે છે. મારમારે છે.
ST બસ નાગરીકોની માલીકીની છે. કોઇ કંડક્ટરની માલીકીની નથી. ગાળો બોલે અને પોલિસની ધમકી આપે અને કોઇ સજ્જનને માર મારે.
આ બનાવ સુરતથી રાજપીપળા તરફ આવતી રાજ્ય પરિવહન નિગમની બસમાં સાંજે 7 વાગ્યાનો છે. 08-06-2019ના રોજ FIR થઈ હતી.