રાજપુત યુવતિ સાથે લગ્ન કરનાર દલિતનું અભયમની હાજરીમાં ખૂન બાદ હજું તનાવ

અમદાવાદ, મુળ ગાંધીધામના વતની હરેશ સોંલકીને અમદાવાદના જિલ્લાના માંડલ પાસે આવેલા વરમોર ગામની ઉર્મીલા સાથે પ્રેમ થઈ જતા તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા જેના કારણે ઉર્મીલા ગર્ભવતી પણ થઈ હતી જો કે હરેશ દલિત હતો અને ઉર્મીલા રાજપુત હોવાને કારણે ઉર્મીલાના પરિવારજનો આ સંબંધને કારણે નારાજ હતા, પિયર આવેલી પોતાની પત્ની ઉર્મીલાને પાછી લઈ જવા માટે હરેશ સોંલકીએ અભયમ હેલ્પલાઈમની મદદ માંગી હતી પરંતુ હરેશ સોંલકની મદદે ગયેલી અભયમની ટીમ ઉપર વરમોર ગામમાં હુમલો થયો અને ઉર્મીલાના પરિવારના સભ્યો અભયમમાં આવેલા હરેશ સોંલકીને રહેસી નાખ્યો હતો, આ બનાવની જાણ થતાં રેન્જ આઈજીપી એ કે જાડેજા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, હત્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપીઓની પોલીસે શોધખોળ શરૂ કરી છે. તનાવ ઊભો થયો હતો તે 10 તારીખે પણ ચાલુ રહ્યો છે.
માંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે મહિલા હેલ્પલાઈનમાં કાઉન્સીલર તરીકે ફરજ બજાવતા ભાવીકાબહેન ભગોરા પોતાના નિયત પોઈન્ટ ચાંગોદર ખાતે તા 8મીના બપોરના અઠીવાગે હાજર હતા ત્યારે તેમને મહિલા હેલ્પ લાઈનના કંટ્રોલ રૂમ તરફથી જાણકારી આપવામાં આ  બસ સ્ટેન્ડ પાસે હરેશ સોંલકી નામની વ્યકિત તમારી મદદ માંગી રહી છે, કંટ્રોલ દ્વારા ભાવીકા ભગોરાને હરેશ સોંલકીનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હતો. કંટ્રોલ રૂમના સંદેશા આધારે અભયમની ટીમ માંડલ જવા રવાના થઈ હતી. કાઉન્સીલર ભાવીકે ફોન દ્વારા હરેશનો સંપર્ક કરતા તેણે જાણકારી આપી હતી કે તેણે પ્રેમ લગ્ન કર્યા છે તેની પત્ની ઉર્મીલા ગર્ભવતી છે અને હાલમાં તેના પિતા દશરથસિંહ ઝાલાના ઘરે છે તેને પોતાની પત્નીની ચીંતા થાય છે માટે તેને મદદની જરૂર છે
આ માહિતીને આધારે અભયમની ટીમ માંડલ જવા રવાના થઈ હતી જેમાં કાઉન્સીલર ભાવીકાની સાથે  ડ્રાઈવર સુનીલ સોંલકી અને મહિલા પોલીસ કોન્સટેબલ અર્પીતા હતા અભયમને ટીમે માંડલ બસ સ્ટેન્ડ પહોંચી હરેશને ફોન કરતા કેટલીક વ્યકિતઓ ત્યાં આવી હતી જેમાં એક યુવકે પોતાનો પરિચય હરેશ સોંલકી તરીકે આપ્યો હતો, જયારે સાથે પોતાની માતા અને એક સંબંધી હોવાનું જણાવ્યુ હતું, હરેશની રજુઆત પ્રમાણે તે પ્રેમ લગ્ન કરી ઉર્મીલા સાથે ગાંધીધામ રહેતો હતો બે મહિના પહેલા ઉર્મીલા ગર્ભવતી થઈ ત્યારે તેના પિતા દશરથસિંહ તેને આવી તેડી ગયા હતા, પણ તવે તેને પોતાના ઘરે મોકલતા નથી તેથી ચીંતા થાય છે અને દશરથસિંહે મને વરમોર ચર્ચા કરા બોલાવે છે.
ઘટનાની જાણકારી મેળવી અભયમની ટીમ માંડલથી વરમોર જવા નિકળતી હતી ત્યારે હરેશ સોંલકીએ કહ્યુ ગામમાં ઉર્મીલાનું ઘર કોઈ બતાડશે નહીં તેથી હું પણ સાથે આવુ છુ, આમ કહી હરેશ પણ અભયમની ગાડીમાં બેસી ગયો હતો, રસ્તામાં અભયમના ડ્રાઈવર સુનીલ કુમારે હરેશને પુછયુ હતું કે તારી હાજરીને કારણે સ્થિતિ બગડે તેમ હોય તો તુ ઉતરી જા અમે ત્યાં જઈશુ, પણ હરેશે ચીંતા કરવાનું કોઈ કારણ નથી તેમ જણાવ્યુ હતું, સાત કિલોમીટર પછી વરમોર પહોંચેલી ટીમ સાંકડા રસ્તા ઉપરથી ગામમાં દાખલ થઈ અને એક નાનકડા ચોકમાં આવી ઉભી ત્યારે વાહની પાછળની સીટમાં બેઠેલા હરેશ સોંલકીએ ટીમને હાથ વડે ઈશારો કરી ઉર્મીલાનું ઘર બતાડયુ હતું.
કાઉન્સીલર ભાવીકે હરેશને વાહનમાં જ બેસી રહેવાની સુચના આપી અને તે કોન્સટેબલ અર્પીતા સાથે ઉર્મીલાના ઘરે ગયા હતા જયાં તેમણે પોતાનો પરિચય આપી દશરથસિંહ સાથે વાત કરવાનું કહેતા ઘરની મહિલાઓએ દશરથસિંહને બોલાવ્યા હતા, કાઉન્સીર ભાવીકે દશરથસિંહ ઝાલા અને પરિવારના સભ્યોને આ પ્રશ્નુનું નિરાકરણ લાવવા માટે કાઉન્સીંલ કર્યુ હતું આખરે એકાદ  મહિનામાં સમાધાન કરી લઈશુ તેવુ નક્કી થઈ ગયુ હતું આથી ભાવીકે અને અર્પીતા ઘરની બહાર નિકળ્યા અને અભયમના વાહન સુધી પહોંચ્યા હતા ત્યારે તેમને મુકવા માટે દશરથસિંહ અને પરિવારના અન્ય પુરૂષ સભ્યો પણ આવ્યા હતા આ વખતે તેમની નજર અભયમના વાહનમાં બેઠેલા હરેશ ઉપર પડતા વાત વણસી હતી
અને ઘરના પુરૂષ સભ્યો લાકડી અને ધારીયા લઈ હરેશને વાહનની બહાર કાઢી તુટી પડયા હતા આ વખતે ત્યાં હાજર કોન્સટેબલ અર્પીતા અને ડ્રાઈવર સુનીલે તેમને રોકવાનો પ્રયાસ કરતા તેમની ઉપર પણ હુુમલો કરી દેવામાં આવ્યો હતો અને અભયમનું વાહન પણ તોડી નાખવામાં આવ્યુ હતું આ બનાવ બાદ તરત મહિલા પોલીસ કોન્સટેબલ અર્પીતાએ મદદ માટે કંટ્રોલરૂમને જાણ કરતા માંડલ પોલીસ વરમોર ગામ દોડી આવી હતી પણ પોલીસ પહોંચી ત્યાં સુધી તો હરેશ સોંલકીનું ગંભીર ઈજાઓને કારણે મોત નિપજયુ હતું, આ બનાવ બાદ તરત સિનિયર પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને હત્યા કરનાર દશરથસિંહ ઝાલા સહિત આઠ વ્યકિતઓને શોધવા તપાસ શરૂ કરી છે પરંતુ ગામના મોટા ભાગના ઘરો ખાલી કરી ભાગી ગયા છે..