ગાંધીનગર ખાતે કાર્યરત અન્ય પછાત વર્ગો માટે ના ઓબીસી પંચ સમક્ષ ગુજરાતના સમગ્ર રાજપૂત ગરાસિયા સમાજ ના વિવિધ સંગઠનો દ્વારા પંચના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સમક્ષ OBC અનામત કવોટા ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજપુત ગરાસદાર જ્ઞાતિના સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવેશ કરીને 50 ટકા સિવાયનો અલગથી ઓબીસી અનામત કોટા ફાળવવા સમાજના વિવિધ સગઠનોએ આજે લેખિત રજૂઆત કરી હતી. રાજપૂત સમાજે આવેદન પત્રમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે હાલ ગુજરાતમાં રાજપુત ગરાસદાર સમાજની આઠ ટકા જેટલી વસ્તી ધરાવે છે. ત્યારે અભ્યાસ ની ટકાવારી ના ધોરણે પણ સમાજના દિકરા દીકરાઓ નું શિક્ષણ નું પ્રમાણ ખૂબ જ ઓછું જણાઈ આવે છે .તો બીજી તરફ રૂઢિગત રિવાજો ના કારણે અને પછાત પણાના કારણે સમાજના બાળકો શિક્ષણથી વંચિત રહે છે. પરિણામે આર્થિક જીવન ધોરણ નું પ્રમાણ ઘટતું જાય છે .અને એટલે જ અમારા સમાજને 50 ટકા સિવાયનો અલગથી OBC ક્વોટા મળે તેવી રજુઆત પંચ સમક્ષ કરી હતી. આ ઉપરાંત એવી રજૂઆત કરી હતી કે હાલની સ્થિતિએ પણ ગુજરાતમાં ઉદ્યોગો અને વેપારની દ્રષ્ટિએ રાજપુત ગરાસદાર જ્ઞાતિ નું પ્રમાણ 1 ટકા જેટલું પણ જોવા મળતું નથી.
કારણ કે મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. અને માત્ર ખેતી ઉપર જ પરિવારનું ભરણપોષણ કરે છે .ત્યારે હાલમાં મહારાષ્ટ્ર સરકારે જે રીતે વિધાન સભામાં અનામત બિલ પસાર કરીને મરાઠા સમાજને અનામત આપવાનો નિર્ણય કર્યો છે. તે પેટર્ન મુજબ અને ભારત ના બંધારણ આર્ટીકલ 15 મુજબ 50 ટકા સિવાયનું OBC અનામત આપવાનો ઉલ્લેખ આવેદન પત્રમાં કર્યો છે. અને પંચને અપીલ કરી હતી કે ગુજરાત સરકાર પણ આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાથી લે અને કુલ અનામત પછાત વર્ગ કોટાને અલગ રીતે રાજપુત ગરાસદાર જ્ઞાતિને ફાળવે અને ઓબીસીમાં સમાવેશ કરે તેવી માંગ કરી હતી.
સાથે સાથે સમાજનું આર્થિક સર્વે કરવા અને તે કામગીરી ની અંદર રાજ્યમાં રાજપૂત સમાજના સંગઠનો સરકારને મદદરૂપ થશે તેવી અપીલ પણ પંચને કરી હતી.
અને પોતાના સમાજના હિત માટે આજે પંચ સમક્ષ વિવિધ સંગઠનોએ લેખિત રજૂઆત કરી હતી.