રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં ઝરમર વરસાદ

ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ચાર કલાકમાં અઢી ઇંચ
વરસાદ વરસ્યો : સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી વરસાદે વિરામ લીધો

રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં તા.૨૬ જુનનાં રોજ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા
સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો

મુજબ આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજ્યનાં ચાર તાલુકાઓમાં સામાન્ય ઝરમર
વરસાદ વરસ્યો હતો. જેમાં ભરૂચ જિલ્લાનાં વાગરા, બનાસકાંઠાનાં વાવ, સુરેન્દ્રનગરનાં
થાનગઢ અને અરવલ્લીનાં ભિલોડામાં ઝરમર ઝાપટા પડ્યા હતા. સવારે ૮ થી ૧૦ વાગ્યા
સુધીમાં વરસાદે રાજ્યભરમાં વિરામ લીધો હતો.

સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધીમાં વધુ ૮ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં
ચાર કલાકમાં ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ૬૦ મી.મી એટલે કે અઢી ઇંચ
વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લાના બાબરા તાલુકામાં ૨૮ મી.મી., સુરત સીટીમાં ૧૯
મી.મી. ગીર સોમનાથ જિલ્લાનાં તાળાલામાં ૧૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત
અમરેલી, લાઠી, મહુવા અને અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટા એટલે કે અડધા ઇંચથી
ઓછો વરસાદ પડ્યો હતો.