રાજ્યના 159 નગરોમાં 750થી વધુ પાણીની ટાંકી, 200થી વધુ ટાંકીઓ ભયજનક

રાજ્યની 159 નગરપાલિકાઓ ઉપર કલેક્ટર દેખરેખ રાખતા હતા. પણ તેમની પાસેથી 14 મહિના પહેલાં સત્તા આંચકી લઈને વિજય રૂપાણીની સરકાર દ્વારા નવું કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન બનાવવામાં આવ્યું છે. જ્યાં ટેન્ડરો સિવાય પ્રજાની સલામતી અંગે કંઈ વિચારવામાં આવતું નથી. જેની અમદાવાદની બોપલ નગરપાલિકાની ટાંકી તૂટી પડી અને 3 લોકોનાં મોત થયાં તે ઘટના બાદ પોલ ખૂલી છે.

સમગ્ર રાજ્યમાં દરેક ઝોન પ્રમાણે 30 ખાલી કે જર્જરિત ટાંકી ગણવાથી 180થી 200 પાણીની ઊંચી ટાંકીઓ નકામી ઊભી છે. સમગ્ર રાજ્યમાંથી અહેવાલો મગાવવામાં આવ્યા છે કે, કેટલી ટાંકીઓ આવેલી છે. એક અંદાજ પ્રમાણે દરેક નગરપાલિકામાં પીવાનું પાણી પૂરું પાડવા માટે 5થી 10 જેટલી ઓવર હેડ ટાંકીઓ બની હોવાનો અંદાજ છે. જે કૂલ 750થી 1000 આસપાસ ટાંકી હોવાનું માનવામાં આવે છે.

25 હજાર કરોડનું પ્રજાએ રોકાણ કર્યું

ઓવર હેડ ટાંકી બને એટલે ભૂગર્ભ ટાંકી બનાવવી પડે છે. તેથી 25 લાખ લિટર ક્ષમતા વળી ટાંકી રૂ.25 કરોડમાં બને છે. મોટા ભાગે 25 લાખ લિટરની ટાંકી બને છે તેથી ટાંકીઓ પાછળ 25000 કરોડનું રોકાણ આજ દીન સુધી થયું છે. પ્રજાના પૈસે તે રોકણ થયું છે. જેમાં 40 ટકા પૈસા ભ્રષ્ટાચારમાં જતા રહે છે.

ભ્રષ્ટાચાર

ટાંકીઓ બનાવવા માટે મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તેથી હલકી કક્ષાનો સિમેન્ટ અને મટીરીયલ વાપરવામાં આવે છે. આમ થતાં સમગ્ર રાજ્યમાં 200 જેટલી ટાંકીઓ પડી રહી છે. જેનું કૂલ મૂડી રોકણ હાલના ભાવ પ્રમાણે રૂ.5 હજાર કરોડ થાય છે. જેમાં એક હજાર કરોડ ભ્રષ્ટાચાર કરવા માટે નાગરિકોના રૂ.5 હજાર કરોડ વેડફી નાંખવામાં આવે છે. જેનો કોઈ વપરાશ જ થતો નથી. હવે તેને તોડવા માટે ટેન્ડર બહાર પડાશે. પણ ટાંકી બાંધનારા કોન્ટ્રાક્ટરોની સામે કે જવાબદાર એક હજાર જેટલાં અધિકારઓ કે ઈજનેરો સામે કોઈ પગલાં નહીં ભરાય.

કલેક્ટર કચેરીનું સત્તા પરિવર્તન, ફાયદો ન થયો

પ્રાદેશિક સ્તરે રાજ્યની નગરપાલિકાઓને ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર એમ છ ઝોનમાં વિભાજિત કરીને નવી પ્રાદેશિક કમિશનરની કચેરીઓની રચના કરીને 6 આઇ.એ.એસ અધિકારીઓને 6 વિભાગના પ્રાદેશિક કમિશનર, નગરપાલિકા તરીકે નિયુક્ત કરાયા હતા.

અમૃતેશ કાલીદાસ ઓરંગાબાદકર વડોદરા
અમિત અરોરા સુરત
ગૌરાંગભાઈ એચ.મકવાણા રાજકોટ
તુષાર સુમેરા ભાવનગર
વિશાલ ગુપ્તા ગાંધીનગર
સી.પી. નેમા અમદાવાદ
2018માં નવું માળખું રચાયું

2 ઓગસ્ટ 2018માં જેતે જિલ્લા કલેક્ટર હસ્તકના ડિસ્ટ્રિક્ટ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટીનું વિસર્જન કરાયું હતું. નગરપાલિકાના વહીવટને લઈ સરકારે સત્તા પરિવર્તન કર્યું હતું. સરકારે રાજ્યમાં કુલ 6 ઝોન બનાવી રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરી હતી. નગરપાલિકાઓને સુદૃઢ બનાવવા માટે હાલના માળખામાં ફેરફાર કરીને નવું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે. આ માટે રાજ્ય સ્તરે નિયામક, નગરપાલિકાઓ, રાજ્યની જગ્યાને અપગ્રેડ કરીને ‘કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન’ નામ આપવામાં આવ્યું હતું.

ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, સ્વચ્છ ભારત મિશન, ગુજરાત શહેરી આજિવિકા મિશનની કામગીરીને પ્રાદેશિક કમિશનરની નીચે મૂકવામાં આવી છે.

રાજ્ય સ્તરે કેવું માળખું હશે?

આઈએએસ કેડરના એક અધિકારી કમિશનર હોય છે. જેઓ હોદ્દાની રૂએ સીઈઓ મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ, મિશન ડાયરેક્ટર, સ્વચ્છ ભારત મિશન અને મિશન ડાયરેક્ટર એનયુએલએમ તરીકે ફરજો બજાવે છે. ગુજરાત વહીવટી સેવાના સિનિયર સ્કેલના (અધિક કલેક્ટર કક્ષા)ના એક નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) અને એક નાયબ મ્યુનિસિપલ કમિશનર (વહીવટ) એમ બે અધિકારી છે. 22 અધિકારીઓ ચાર્જમાં ચાલે છે.

ટેકનિકલ માણસોએ પ્રજાનું રક્ષણ ન કર્યું

કલેક્ટર તાબામાં રહેલી ટેકનિકલ માણસોનો અભાવ હતો. નવી રચનામાં આ અભાવ દૂર થયો છે. પ્રાદેશિક કચેરીમાં ટેકનિકલ અને હાઉસિંગ વિંગ માટે 13, વહીવટી વિંગ માટે 18 તથા ટાઉન પ્લાનિંગ વિંગ માટે 7 મળી કુલ 38નો સ્ટાફ આપવામાં આવ્યો છે. 6 નવી પ્રાદેશિક કચેરીઓમાં કુલ 258 કર્મચારીઓ અને અધિકારીઓ આપવામાં આવ્યા છે. છતાં પ્રજાનું ભલું થયું નથી.

નગરપાલિકાને શું અસર ?

નગરપાલિકામાં પ્રમુખ સહિત સભ્યો સામેની ફરિયાદો કલેક્ટરના બદલે રીજ્યોનલ મ્યુનિસિપાલિટી કમિશનરને કરવામાં આવે છે. તેવી જ રીતે ગ્રાન્ટ, અપીલ સહિતની સત્તા કમિશનરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપાલિટી ઓફિસરની જગ્યા રદ કરવામાં આવી છે.

ટાંકી આરોગ્ય માટે જોખમી

159 નગરપાલિકામાં પીવાનું પાણી ફિલ્ટર કે બેક્ટેરીયા ફ્રી કરાતું નથી. ક્લોરીનેશન કર્યા વગર પાણી આપવામાં આવે છે. વિતરણ લોકો ન પીવાનું પાણી પીવે છે. વળી, ટાંકીઓ સાફ થતી નથી. દરેક નગરપાલિકાઓમાં પાણી સમિતિ છે. તેઓ ટાંકી સાફ કરવા નાણાં ફાળવે છે અને 95 ટકા ટાંકીઓ વર્ષે એક વખત સાફ થતી નથી. તેથી ટાંકીઓ રોગચાળાનું ઘર બની રહી છે.

એક ટાંકી બનાવવા કેટલું ખર્ચ

નવી ૨૯ લાખ ગેલન ક્ષમતાની ભૂગર્ભ ટાંકી, પંપ હાઉસ, કમ્પાઉન્ડવોલ તથા ૨૪ લાખ લીટરની ક્ષમતાની ૨૪ મીટર ઉંચાઈની ઓવર હેડ ટાંકી બનાવવા સીવીલ ડ્રીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ઈલેકટ્રીકલ તથા મીકેનીકલ કામ, પાવર પ્રોકયોરમેન્ટ તથા ચાર વર્ષના ઓપરેશન મેઈન્ટેનન્સ સાથે 2016માં 22 કરોડનું ખર્ચ આવતું હતું જે આજે વધીને રૂ.25 કરોડ થાય છે.

અમદાવાદ રિજિયોનલ મ્યુ. કમિશનર હેઠળની 27 નગરપાલિકાની 39 ટાંકી બિનવપરાશ હાલતમાં

બોપલમાં ઓવર હેડ પાણીની ટાંકી તૂટવાની ઘટના બન્યા બાદ અમદાવાદ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા તેમના વિસ્તાર હેઠળની 27 નગરપાલિકાઓ પાસેથી અહેવાલ મગવાયો છે. જેમાં 27 નગરપાલિકાઓમાં હયાત પોણા બસોથી વધુ ટાંકીઓમાંથી 39 જેટલી ટાંકીઓ બિન વપરાશમાં હોવાનું સામે આવ્યું છે. જો કે, આ ટાંકીઓ કેટલા સમય અગાઉ અને ક્યા વિભાગ દ્વારા બનાવવામાં આવી હતી તે અંગેનો વિસ્તૃત અહેવાલ હજુ પ્રાપ્ત થયો નથી.

અમદાવાદ શહેરને અડીને આવેલા બોપલ નગરપાલિકા વિસ્તારમાં ઓવર હેડ પાણીની ટાંકી તૂટી પડવાની ઘટના બાદ સરકારી વહીવટી તંત્ર દોડતું થયું છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે સરકાર દ્વારા રાજયના વિવિધ નગરપાલિકા વિસ્તારોમાં આવેલી ઓવર હેડ પાણીની ટાંકીઓ અંગેની માહિતી મગાવવામાં આવી છે.

જેના અંતર્ગત અમદાવાદ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર કચેરી દ્વારા તેમના વિસ્તારમાં આવેલા અમદાવાદ, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાની 27 નગરપાલિકાઓમાં હયાત ઓવર હેડ પાણીની ટાંકીઓનો અહેવાલ મગાવવામાં આવ્યો છે. જે અંગે કચેરીને મળેલા પ્રાથમિક અહેવાલમાં અમદાવાદ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર વિસ્તાર હેઠળની 27 નગરપાલિકાઓમાં કુલ 189 જેટલી ઓવર હેડ ટાંકીઓ હયાત છે. જેમાંથી 150 જેટલી ટાંકીઓ કાર્યરત છે. જ્યારે 39 જેટલી ટાંકીઓ બિન વપરાશમાં છે.

અમદાવાદ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમના રિજિયોનલ હેઠળ આવતા ચાર જિલ્લાની 27 નગરપાલિકાઓમાં હયાત અને કાર્યરત ઓવર હેડ પાણીની ટાંકીઓની વર્તમાન સ્થિતિ અંગેનો અહેવાલ માગવામાં આવ્યો છે. તેની સાથે તમામ નગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલી ઓવર હેડ ટાંકીઓ અંગે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેના રિપોર્ટ પણ મગાવવામાં આવ્યા છે.

અમદાવાદ ઝોનની નગરપાલિકાઓ
અમદાવાદ જિલ્લો બોપલ, બાવળા, બારેજા, ધંધુકા, ધોળકા, સાણંદ, વિરમગામ
ખેડા જિલ્લો ખેડા, નડિયાદ, ચકલાસી, કણજેરી, કઠલાલ, કપડવંજ, ડાકોર, ઠાસરા, મહુધા, મહેમદાબાદ
સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર, વઢવાણ, પાટડી, ધ્રાંગધ્રા, લીમડી, ચોટીલા, થાનગઢ
બોટાદ જિલ્લો બોટાદ, ગઢડા, બરવાળા