રાજ્યપાલોને સલાહ આપતાં વડાપ્રધાન

નવી દિલ્હીના રાષ્ટ્રપ્રતિ ભવન ખાતે રાજ્યપાલોની 50મી વાર્ષિક પરિષદનો પ્રારંભ થયો હતો. નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તેમજ લદ્દાખના ઉપ-રાજ્યપાલ સહિત પ્રથમવાર બનેલા 17 નવા રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલો આ પરિષદમાં ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ભારતના માનનીય રાષ્ટ્રપતિ, ભારતના ઉપરાષ્ટ્રપતિઅનેક મહામનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલની સંસ્થાએ સહકારી અને સ્પર્ધાત્મક સંઘીય માળખાને વાસ્તવિક રીતે સાકાર કરવામાં વિશેષ ભૂમિકા ભજવવાની હોય છે. આ પરિષદ રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોને પોતાના અનુભવો અને તેમણે શીખેલી બાબતોનું એકબીજા સાથે આદાન-પ્રદાન કરવામાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ અને દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની અનોખી અને વૈવિધ્યતાપૂર્ણ જરૂરિયાતો અને જરૂરને અનુકૂળ રહે તેવી પ્રથાઓનો સ્વીકાર કરવાની તક પ્રદાન કરે છે. વહીવટી તંત્રને દેશની જનતાની નજીક લાવવામાં અને તેમને સાચો માર્ગ દેખાડવામાં રાજ્યપાલની ભૂમિકા વધારે મહત્વપૂર્ણ બની જાય છે. રાજ્યપાલો અને રાજ્ય સરકારોએ ભારતીય બંધારણના સેવાના પાસાઓને, ખાસ કરીને નાગરિકોની ફરજો અને જવાબદારીઓને રેખાંકિત કરવાની દિશામાં કામ કરવું જોઇએ. તે બાબત વાસ્તવમાં સહભાગી શાસનને લાવવામાં મદદ કરશે.

યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે, રાજ્યપાલો આપણા યુવાનોમાં રાષ્ટ્રનિર્માણના મૂલ્યો પેદા કરવામાં અને તેમને મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની દિશામાં પ્રેરિત કરવામાં મદદ કરી શકે છે.
પ્રધાનમંત્રીએ રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલોને આ વિનંતી કરીને પોતાનું સંબોધન સમાપ્ત કર્યુ હતું કે, તેઓ પોતાની બંધારણીય જવાબદારીઓ બજાવી રહ્યા છે તેથી તેઓ સામાન્ય માનવીની જરૂરિયાતોને સાંભળે. પ્રધાનમંત્રીએ રાજ્યપાલોને વસ્તીના અનુસૂચિત જનજાતિ, લઘુમતિ સમુદાયો, મહિલાઓ અને યુવાનો, સહિતના વંચિત વર્ગના લોકોના ઉત્થાનની દિશામાં કામ કરવા માટે વિનંતી કરી હતી, જેમાં રાજ્ય સરકારો સાથે મળીને કામ કરવાની બાબત અને વર્તમાન યોજનાઓ અને પગલાંઓનો ઉપયોગ કરવા સામેલ છે. પ્રધાનમંત્રીએ સાથે જ હેલ્થકેર, શિક્ષણ અને પર્યટન ક્ષેત્રનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો જ્યાં નવી તકો રોજગાર સર્જન અને ગરીબ અને નીચલા વર્ગના લોકોના જીવનને સારું બનાવવાની તકો રાહ જોઇ રહી છે.

રાજ્યપાલ કાર્યાલયનો ઉપયોગ ક્ષય રોગ પ્રત્યે જનજાગૃતિ ફેલાવવા અને ભારતની 2025 સુધીમાં ક્ષય રોગથી મુક્ત કરાવવા જેવા ચોક્કસ હેતુઓ માટે પણ કરી શકાય છે.
પ્રધાનમંત્રીએ આ વાતે ખુશી વ્યક્ત કરી હતી કે, આ વખતની પરિષદમાં ચોક્કસ મુદ્દાઓ અને પડકારો જેવા કે આદિવાસી સમાજને લગતા મુદ્દાઓ, કૃષિ સુધારા, જળ જીવન મિશન, નવી શિક્ષણ નીતિ અને જીવન જીવવાની સરળતા માટે ગર્વનન્સ જેવા પાંચ પેટા જૂથો પર નવીન પથપ્રદર્શક ચર્ચા જોવા મળશે, જેના અહેવાલો પર ત્યાર બાદ તમામ ભાગ લેનારા રાજ્યપાલો અને ઉપ-રાજ્યપાલો વિસ્તૃત સ્વરૂપમાં ચર્ચા કરવામાં આવશે.