રાજ્યમાં હોર્ટિકલ્ચર ક્રોપનું ફુલગુલાબી ચિત્ર

News of Monday, 3rd December 2018 Pdf Email Print

સરકારી મહેમાન – ગોતમ પુરોહિત

16.70 લાખ હેક્ટરમાં 2.34 મે.ટન ઉત્પાદન રહેઠાણ  ઓછાં થતાં જંગલી પશુ અને પક્ષીઓ ઘરના દરવાજા સુધી આવે છે : આઠ વાયબ્રન્ટમાં 70 લાખ કરોડનું રોકાણ તો આવ્યું છે, હવે વધુ ક્યાંથી આવે :  પાર્કિંગની સુવિધા અકિલા હોય તો જ નવું વાહન ખરીદજો, નહીં તો દંડ ચૂકવવો પડશે રાજ્યમાં હોર્ટિકલ્ચરમાં ફુલગુલાબી ચિત્ર ઉપસ્યું છે. 22 વર્ષ પહેલાં  ગુજરાતમાં 4.80 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થતું હતું અને તેનું ઉત્પાદન અકીલા 43.05 લાખ મેટ્રીક ટન હતું પરંતુ છેલ્લા વર્ષના આંકડા પ્રમાણે  રાજ્યમાં 16.87 લાખ હેક્ટર વિસ્તારમાં હોર્ટિકલ્ચર પાકનું નું વાવેતર થાય છે અને ઉત્પાદન વધીને 2.34 કરોડ મેટ્રીક ટન થયું છે. ફ્રુટ પાકનો  એરિયા 22 વર્ષ પહેલાં 1.29 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 23.26 લાખ મેટ્રીક ટનનું ઉત્પાદન થતું હતું પરંતુ છેલ્લા આંકડા પ્રમાણે ગુજરાતમાં 4.28  લાખ હેક્ટરમાં ફ્રુટનું વાવેતર થાય છે અને ઉત્પાદન વધીને 90.04 લાખ મેટ્રીક ટન થયું છે. શાકભાજીનો વાવેતર વિસ્તાર પહેલાં 1.21 લાખ હેક્ટર  હતો અને ઉત્પાદન 17.26 લાખ મેટ્રીક ટન થતું હતું તે 22 વર્ષમાં વધીને અનુક્રમે 6.50 લાખ હેક્ટર સાથે 1.32 કરોડ મેટ્રીક ટન થયું છે. રાજ્યમાં મસાલા  પાકોનો વાવેતર વિસ્તાર 2.30 લાખ હેક્ટર હતો અને ઉત્પાદન 2.55 લાખ મેટ્રીટ ટન થતું હતું જે વધીને અત્યારે 5.88 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે અને ઉત્પાદન વધીને 10.03 લાખ મેટ્રીક ટન થયું છે. ગુજરાતમાં ફુલોની ખેતી પણ વધી છે. 22 વર્ષ પહેલાં ગુજરાતમાં ફુલોનો વાવેતર વિસ્તાર નહીંવત હતો પરંતુ 2003માં તે પ્રથમવાર 5 હજાર હેક્ટર થયો હતો જેમાં 39 હજાર મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન નોંધાયું હતું. સર્વેના છેલ્લા વર્ષમાં ફુલ પાકનો વાવેતર વિસ્તાર 20 હજાર હેક્ટર થયો છે અને તેનું ઉત્પાદન વધીને 1.93 લાખ મેટ્રીક ટન થયું છે. વાયબ્રન્ટના ટારગેટ પૂર્ણ કરવા કઠીન છે… ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની સફર ન્યૂ ઇન્ડિયા સુધી પહોંચી છે. ગુજરાતનું અનુકરણ દેશના છ રાજ્યોએ કર્યું છે જેમાં તેમને કરોડો રૂપિયાના મૂડીરોકાણ મળ્યાં છે. 2002માં શાસનની શરૂઆત કરી મોદીએ ગુજરાતને ઔદ્યોગિકરણમાં આગળ વધારવાનું પ્લેટફોર્મ બનાવ્યું હતું અને 2003માં તેમણે પહેલી ઇન્વેસ્ટર્સ સમિટ કરી હતી. પહેલી સમિટમાં 80 એમઓયુ સાથે કુલ 66068 કરોડના મૂડીરોકાણ કરાર થયા હતા. દર બે વર્ષે થતાં વાયબ્રન્ટની આ સફરમાં છેલ્લે 2015માં 25 લાખ કરોડના મૂડીરોકાણ માટે એમઓયુ થયા હતા પરંતુ 2017માં બઘાંના આશ્ચર્ય વચ્ચે સરકારે મૂડીરોકાણના ફીગર જાહેર કર્યા ન હતા, કારણ કે અગાઉના વર્ષ કરતાં ઓછા કરાર થયા હતા. 2019માં પણ એવી સ્થિતિ છે, કેમ કે વૈશ્વિક મંદીનો માહોલ છે અને દેશો વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતે નક્કી કરેલા 30 લાખ કરોડના લક્ષ્યાંકને પૂર્ણ કરવો લગભગ અશક્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ વિભાગોને આદેશ કર્યા છે કે વધુમાં વધુ મૂડીરોકાણને આમંત્રણ આપો પરંતુ ઉદ્યોગોની નાજૂક બનેલી સ્થિતિના કારણે ગુજરાતના ટારગેટ સફળ થઇ શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે સરકારે અત્યાર સુધીમાં યોજેલા આઠ વાયબ્રન્ટ સમિટમાં કુલ 70 લાખ કરોડના મૂડીરોકાણ માટે કરાર કર્યા છે.