ગુજરાતના 8 મહાનગર અને 25 શહેરો મળીને કૂલ 50 હજારથી વધારે મકાનો એવા છે કે જે ગમેત્યારે તુટી પડે તેમ છે. અમદાવાદમાં ઓછામાં ઓછી 950 જેટલાં જર્જરીત મકાનો છે. ઉપરાંત હાઉસીંગ બોર્ડ અને સ્લમક્લિયરંસ બોર્ડના પાંચ હજાર કરતાં મકાનો છે. રાજકોટ, વડોદરા, સુરત અને પોરબંદર- જુનાગઢ- પાટણ જેવા એક હજાર વર્ષ જુના શહેરોમાં તો હાલત ખરાબ છે. માર્ગ અને મકાન વિભાગમાં ઉચ્ચ સ્થાન પર કામ કરી ચૂકેલા નિવૃત્ત અધિકારી અંદાજ મૂકીને કહે છે કે, સરકારે પોતાની, ખાનગી અને અર્ધસરકારી મકાનોની વિગતો તુરંત મેળવી જોઈએ. નહીંતર લોકો ઓઢવની જેમ મોતને ઘાટ ઉતરતાં રહેશે.
અમદાવાદમાં ઓઢવમાં મકાન પડી જવાની ઘટના બાદ ગુજરાત સરકાર જર્જરિત મકાનોને ફરીથી બનાવવા માટેની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી રહી હોવાનું કહે છે. આ અગાઉ પણ 2013માં આ નીતિ બનાવવાની જાહેરાત કરી હતી. તેમ છતાં તેમાં આજ સુધી કંઈ થયું નથી. આ અગાઉ સ્લમ રિ-ડેવલપ પોલીસી અને ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોની રિ-ડેવલપમેન્ટ નીતિ બનાવી હતી. જેમાં સરકારે બિલ્ડરોને મોટો ફાયદો કરાવી આપવાની જોગવાઈ કરી હોવા છતાં તેમાં કોઈ સફળતા મળી નથી. ગુજરાત હાઉસીંગ બોર્ડના ત્રણેક દશકા જૂના આવાસોના પુનઃનિર્માણ માટે એક રિડેવલપમેન્ટ પોલીસી બની પણ તેમાં કોઈ યોજના આજ સુધી બની શકી નથી. શહેરી ગૃહ નિર્ણાણ વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન શંકર ચૌધરી તેમાં નિષ્ફળ રહ્યાં હતા. હાલ શહેરોમાં નીઓ મિડલ ક્લાસ અને મીડલ ક્લાસ ફેમિલિની સંખ્યા વધી છે. અગાઉ જ્યારે આ વસાહતો બની ત્યારે એફએસઆઇ ઘણી ઓછી હતી એફએસઆઇ વધી છે.
ફરી એક વખત રાજ્યસરકારે જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો બનાવવા માટે રિ-ડેવલપમેન્ટ પોલીસી લાવવા માટે સક્રિય વિચારણા હાથ ધરી છે. રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત અન્ય શહેરોમાં 2000ની સાલ અગાઉના સંખ્યાબંધ રહેઠાણ અને કોમર્શિયલ મકાનો- ઇમારતો જર્જરિત હાલતમાં છે. તેમને તોડીને એ જ જગ્યાએ નવા મકાના- ઇમારતો બનાવી શકાતી નથી કે આ માટેની ચોક્કસ નીતિ સરકાર પાસે નથી.
ગુજરાત સરકાર દ્વારા જે રિ-ડેવલપમેન્ટ પોલીસી બનાવવામાં આવી રહી છે તેમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો, સરકારી ઇમારતો કે ખાનગી મકાનો વર્ષ 2000 અગાઉ બાંધવામાં આવી હશે તેને જૂની મિલકત માનવામાં આવશે. જે તે સોસાયટી કે ફ્લેટ કે ટાવરમાં વસતા આશરે 60 ટકા લોકો જો આ માટે મંજૂરી આપશે તો તે સ્થળે નવી બહુમાળી ઇમારત બાંધી શકાશે. મકાનધારકોને 10 ટકા વઘારે જગ્યા આપવામાં આવશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં કુલ 300 સ્થાળો આવા છે.
ગુજરાત હાઉસીંગ બોર્ડ હેઠળ બનાવાયેલી સોસાયટીઓને વર્ષ 2015માં રિ-ડેવલોપમેન્ટ પોલીસી હેઠળ આવરી લીધી હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડની મોટાભાગની સોસાયટીઓ દશકાઓ જૂની છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષ 2012માં શહેરી ગરીબો અને મધ્યમવર્ગના ઘરવિહોણાં પરિવારો માટે મકાનોની સ્કીમ જાહેર કરી હતી. જેમાં ઇડબલ્યુએસ – એલઆઇજીના 5 વર્ષમાં 20 હજાર મકાનો બાંધ્યા છે
રાજ્ય સરકારે 2010માં સ્લમ રિ-ડેવલપમેન્ટ પોલીસી બનાવી હતી જેમાં કોઈ સ્કીમ અમલી ન બનતાં 2013માં ફરી સુધારા કરીને નવી નીતિ બનાવી હતી. જેમાં 3.50 લાખ ઝુંપડાના સ્થાને માત્ર 5 હજાર મકાનો જ બની શક્યા હતા. 15 હજાર બીજા મકાનો માટે મંજૂરી પણ આપી હતી. રાજ્યના તમામ શહેરોમાં તમામ 12 સત્તામંડળો, 8 મ્યુનિસિપલ કોર્પોરેશનો અને હાઉસિંગ બોર્ડે છેલ્લા પાંચ વર્ષમાં એક લાખથી વધું મકાનો બાંધ્યા નથી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં વચન આપ્યું હતું કે રૂ.33,000 કરોડના ખર્ચે 50 લાખ મકાનો બનાવશે જેમાં 28 લાખ ગામડામાં અને 22 લાખ શહેરોમાં. પણ ગુજરાત સરકાર ફરી ગઈ હતી અને 2012માં 22 લાખ મકાનો બનાવવાની જાહેરાત કરી હતી. તેમાંથી 2017 સુધીમાં માત્ર 4 ટકા એટલે કે 85,046 હજાર મકાનો બની શક્યા હતા. 2015-16માં 18,574 અને 2016-17માં 35,258 મકાનો ગરીબો માટે બનાવ્યા હતા. 2012થી 2017 સુધી સરકારે રૂ.3972 કરોડનું ખર્ચ કર્યું હતું. ગુજરાતને સંપૂર્ણ ઝુંપડપટ્ટી મુક્ત બનાવવા માટે સરકારે રૂ.2521 કરોડનું ખર્ચ કર્યું હતું. પણ આજે ઝૂંપડાતો એમના એમ જ છે. એ નાણાં ક્યાં વપરાયા એવો સવાલ પૂછવામાં આવી રહ્યો છે. જોકે ભાજપે
સુરત જિલ્લામાં 800 મકાનો જર્જરિત
સુરત જિલ્લામાં 800 મકાનો જર્જરિત છે. 47 પ્રાથમિક શાળામાં 159 ઓરડા જર્જરીત છે. માંડવી તાલુકાના ચોરાબાં ગામની 22 પ્રાથમિક શાળાના ઓરડા તોડી પાડવાની મંજુરી આપ્યા બાદ વિદ્યાર્થીઓને નજીકના પંચાયતના મકાનમાં ભણાવાય રહયા છે.
સુરત શહેર
સુરતમાં 870 મકાનો ભયજનક છે. સુરતના ભેસ્તાનમાં આવેલા સરસ્વતી આવાસના 400 ઘરોની છતો પરથી કપચીઓ ઉખડીને ગાબડાં પડી રહ્યાં છે. સાત વર્ષ પહેલા પાલિકાના ભ્રષ્ટ ભાજપ શાસકોએ ખખડધજ આવસો પઘરાવી દીધા હોવાનો પણ મોટો ખુલાસો થયો છે. માત્ર સાત જ વર્ષમાં લોકો રસ્તા પર આવી ગયા છે. સરસ્વતી આવાસના અનેક પરિવારો અહીં જ તંબુ કે વાંસના ઝુંપડા બાંધીને ખુલ્લામાં રહે છે. સુરત કોર્પોરેશને અહીં 22 બિલ્ડીંગો બનાવી છે જેમાં 650 પરિવારો નર્ક જેવી જીંદગી જીવી રહ્યાં છે. સરકાર પાસેથી 84,000 રૂપિયામાં ફ્લેટ મળ્યો હતો. મહિને રૂ.750નો હપતો આજે લોકો ભરે છે.
ભાવનગરમાં 420 પરિવારો
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા 420 મકાનો જર્જરિત હાલતમાં છે. જર્જરિત હાલતે મકાનો પડુંપડું થતા મકાનોમાં રહેતા પરિવારોને સરકારી તંત્ર દ્વારા નોટીસ ફટકારી ખાલી કરવવામાં આવેલી છે. પણ તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી.
રાજકોટ
રાજકોટમાં 803 મકાનોને નોટિસ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના બાંધકામ શાખા દ્વારા ઇસ્ટ ઝોનમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 744 ફ્લેટ સહિત 758 મિલકતો જોખમી છે. જેમાં નિલમ પાર્કના 10, કેન્દ્ર સરકારનું એક મકાનનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ ઝોનમાં રઘુવીરપરા, બંગડીબજાર, સોનીબજાર, ધર્મેન્દ્ર રોડ, રામનાથપરા પાસે, ઘી કાંટા રોડ, કોટક શેરી, સદર બજાર સહિતના વિસ્તારોમાં 44 મિલકતો જોખમી છે. સૌથી વધુ વોર્ડ નં.7માં જોખમી મિલકતો આવેલી છે. વેસ્ટ ઝોનમાં માત્ર એક મિલકત જોખમી છે. સરકીટ 11 કવાર્ટર અને સી.એફ.એલ. બંગલાનાં અડધો ડઝન મકાનો તોડી પાડવાના છે.
વડોદરામાં 285 મકાનો
વડોદરાના 285 જર્જરિત મકાનોને ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. આ મકાનો મોટો ભાગે જુના શહેરના છે. જે ગમે ત્યારે તૂટી પડે તેવી હાલતમાં છે. ચાર ઝોનના સરવેમાં ઉત્તર ઝોનમાં 60, દક્ષિણ ઝોનમાં 35, પૂર્વ ઝોનમાં 160 અને પશ્ચિમ ઝોનમાં 30 જર્જરિત મકાનો છે.
જામનગર
જામનગર મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ શાખાના દ્વારા થયેલી મોજણીમાં 65 મકાન જર્જરિત હતા. આવા મકાનના કબજેદારોને નોટીસ ફટકારવામાં આવી હતી. દર વર્ષે આવું કરવામાં આવે છે. પણ પછી કોઈ કાર્યવાહી અધિકારીઓ કરતાં નથી.
અમદાવાદ હાઉસીંગ બોર્ડ
શહેરના કોટ વિસ્તાર, નરોડા સહિત વિવિધ વિસ્તારોમાં સ્લમ ક્લીયરન્સ બોર્ડની વસાહતોના 5 હજાર મકાનો એવા છે કે જે જર્જરિત છે. ગમે ત્યારે તૂટી પડે તેમ હોવા છતાં મ્યુનિ.ને વારંવાર ફરિયાદો કરાઇ છતાં પણ આ વસાહતોના રિ-ડેવલપમેન્ટના મુદ્દે સમંતિ થતી નથી.
અમદાવાદના 900 મકાનો ભયજનક
ઓઢવમાં ચાર માળીયા ઈમારતના બે બ્લોક પડવાની ઘટના બાદ જર્જરીત મકાનોને નોટીસ ઈશ્યુ કરવાની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હાલમાં શહેરમાં ૯૫૦ જેટલી જર્જરીત ઈમારતો હોવાનું બહાર આવ્યું છે, જેમની પર ઓઢવ જેવી ઘટના થવાનો ભય રહેલો છે. જેથી હવે કોર્પોરેશન દ્વારા તેમને નોટીસ આપી કાર્યવાહી કરાશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. સૌથી વધુ જર્જરીત મકાનો મધ્ય ઝોન અને પૂર્વ ઝોનમાં હોવાનું જાણવા મળે છે. 20 પુલ જૂના છે તે પણ ચકાસી લેવાનું નક્કી કરાયું છે.
ઓઢવમાં વધું મકાનો ખાલી કરાવાયા
ઓઢવમાં બે દિવસ પહેલાં જીવન જ્યોત ચાર માળીયા બિલ્ડીંહના બે બ્લોક પડી જતાં ભારે હાહાકાર મચી ગયો હતો. પાંચ બ્લોકને પણ ખાલી કરાવવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા ઘટના બાદ બ્લોકની ચકાસણી કરવામાં આવી હતી.