રાજ્યોની એકતાં

તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધન બાદ મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં વિરોધ પક્ષોની એકજૂથતા જોવા મળી. વિરોધ પક્ષોના શક્તિ પ્રદર્શન માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અખિલેશ, માયાવતી, મમતા બેનરજી, એન ચંદ્રબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી સહિત અન્ય લોકો એકમંચ કર્યાં હતાં. આવું 2019માં ભાજપ અને વડાપ્રધાન મોદી સામે એક મજબૂત ફ્રન્ટનો સંદેશ આપવા માટે કરવામાં આવ્યું હતું.15 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ માત્ર પાલઘર લોકસભા બેઠક અને થરાલી વિધાનસભા બેઠકો જ બચાવી શક્યો છે.મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થતી રહે છે. 10 રાજ્યોમાં લોકસભાની 360 બેઠકો (બે તૃતિયાંશ બેઠકો) છે. જો ભાજપ 2014ની જેમ ઉત્તર અને પશ્ચિમનાં વધુ રાજ્યો જીતી નહિ શકે તો તેને દક્ષિણ અને પૂર્વમાં પોતાના આ નુકસાનની ભરપાઈ કરવી પડશે.

આ ટોચ ના દસ રાજ્યો પૈકી પહેલું છે ઉત્તર પ્રદેશ.અહી પરંપરાગત પ્રતિદ્વંદ્વી મનાતી સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ એકસાથે મળી ભાજપને પહેલા ગોરખપુર અને પછી ફૂલપુરની પેટાચૂંટણીમાં હરાવ્યો. જો એસપી-બીએસપી (પ્લસ કોંગ્રેસ-આરએલડી)ની આ દોસ્તી 2019 સુધી રહેશે તો ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.અખિલેશની સરખામણીમાં તેમનો વોટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા માયાવતીમાં વધુ છે.

બીજુ રાજય મહારાષ્ટ્ર છે,અહીં ભાજપની સાથે સરકાર ચલાવનારી અને કેન્દ્રમાં એનડીએનો ભાગ શિવસેનાએ અહીં વિરોધ પક્ષની એકજૂથતાની વકાલત કરી છે. જોકે શિવસેનાએ એમ પણ કહ્યું છે કે, તે 2019ની સામાન્ય ચૂંટણી અને વિધાનસભા ચૂંટણી એકલા હાથે જ લડી શકે છે. અહીં કોંગ્રેસ અને એનસીપી ફરી એકવાર સાથે આવી શકે છે. આવામાં શિવસેના પર પણ આ ગઠબંધનમાં સામેલ થવાનું દબાણ આવી શકે છે. શિવસેના વિધાનસભા ચૂંટણીઓમાં એકલા હાથે લડી શકે છે.

ત્રીજું રાજય પશ્ચિમ બંગાળ,અહીંના મુખ્યપ્રધાન મમતા બેનરજી પણ કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં હાજર હતાં. આ કદાચ એ વાતનો સંકેત હતો કે, તે કોંગ્રેસના નેતૃત્વ ધરાવતા એન્ટી-બીજેપી ફ્રન્ટનો હિસ્સો બની શકે છે. જોકે તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ તેલંગાણા સીએમ કે. ચંદ્રશેખર રાવ સાથે થર્ડ ફ્રન્ટની માગને પણ સમર્થન કર્યું છે. કોંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ટીએમસીની સાથે જશે કે ડાબેરીઓ સાથે, જો આ પ્રશ્નને ભુલાવી દઈએ તો અહીંની લડાઈ ભાજપ ત્રિકોણીય બનાવશે, જે 2016ની વિધાનસભા ચૂંટણીમાં પોતાનું 2014ના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહોતો.

ચોથું રાજય બિહાર,જયાં નીતીશ કુમારે જુલાઈ, 2017માં આરજેડી અને કોંગ્રેસ સાથે પોતાનું મહાગઠબંધન તોડી લીધું હતું. એનડીએનો ભાગ બનેલા જેડીયુને જોકીહાટ વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આવામાં સવાલ એ છે કે, શું નીતીશ તેમના નિર્ણય પર પુનર્વિચાર કરશે? કારણ કે એન્ટી-ભાજપ ફ્રન્ટમાં સામેલ થવાનો સીધો અર્થ એ ટીમનો હિસ્સો બનવાનો છે, જેમાં આરજેડી સામેલ રહેશે.

પાંચમું રાજય તામિલનાડુ છે,અહીં ડિસેમ્બર, 2016માં જયલલિતાના નિધન બાદથી જ તામિલનાડુનું રાજકારણ ડામાડોળ દેખાઈ રહ્યું છે. ભાજપ અહીં કોઈ મેજર પ્લેયર નથી. તેની પાસે અહીં લોકસભાનો એક સાંસદ છે. એવું માનવામાં આવે છે કે, ભાજપને અહીં સત્તા મેળવવા માટે એઆઈએડીએમકેનું સમર્થન છે. જ્યારે કોંગ્રેસને આશા છે કે, ઓલ્ડ પાર્ટનર ડીએમકેનો તેને સાથ મળશે. ભાજપના હિંદુત્વવાદી રાજકારણનો અહીં ખાસ કોઈ પ્રભાવ નથી.

છઠ્ઠું રાજય છે તમિલનાડુ,અહીં રાજ્યમાં સરકાર બનાવ્યા બાદ હવે કોંગ્રેસ અને જેડીએસે 2019ની ચૂંટણીઓ માટે ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. જોકે આગામી કેટલાક મહિનાઓમાં આ ગઠબંધનના ભવિષ્ય વિશે કોઈ જાણતું નથી કે તેમાં સ્થાયિત્વ છે કે નથી. જેડીએસ અગાઉ પણ ગઠબંધનોને અધવચ્ચે છોડીને આગળ વધી ચૂકી છે. આવામાં કોંગ્રેસને ચિંતા હશે કે, કુમારસ્વામી વિશ્વાસપાત્ર સાથી બની રહે છે કે કેમ.

સાતમું રાજય છે આંધ્રપ્રદેશ, જેને વિશેષ રાજ્યનો દરજ્જો નહિ આપવાના સવાલ પર ચંદ્રબાબુ નાયડૂએ ટીડીપીને એનડીએથી અલગ કર્યું છે. ભાજપ આંધ્રમાં નાયડુના રાજકીય પ્રતિદ્વંદ્વી વાયએસ જગમોહન રેડ્ડી પર હુમલો કરવાથી બચી રહ્યો છે. આથી 2019માં ભાજપના જગન સાથે આવવાની વધુ શક્યતા છે. ‘ધ હંસ ઇન્ડિયા’ના ભૂતપૂર્વ એડિટર કે. નાગેશ્વરનું કહેવું છે કે, આંધ્રપ્રદેશમાં એન્ટી-બીજેપી યુનિટીનો તો સવાલ જ ઊઠતો નથી, કારણ કે ભાજપની હાજરી જ નથી. તેમનું કહેવું છે કે, બંને પાર્ટીઓમાંથી કોઈ પણ 2019ની ચૂંટણી પછી ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે, પણ ચૂંટણી પહેલાં નહિ. તેમના જણાવ્યાનુસાર વિશેષ રાજ્યના દરજ્જાના મુદ્દાના કારણે પહેલા ગઠબંધન કરવું એ એક રીતે બોજ બની શકે છે.

આઠમું રાજય છે તેલંગાણા,ઘણા લોકોનું માનવું છે કે, આંધ્ર પ્રદેશના મુકાબલે તેલંગાણામાં ભાજપની સ્થિતિ સારી છે. જોકે ચંદ્રશેખર રાવ, બિનભાજપ, બિનકોંગ્રેસના ગઠબંધન માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ વિશ્લેષકોનું કહેવું છે કે, તે બિનકોંગ્રેસ માટે વધારે ગંભીર છે. ‘ધ હંસ ઈન્ડિયા’ના ભૂતપૂર્વ એડિટર કે. નાગેશ્વર કહે છે કે, ટીઆરએસ નિશ્ચિત રીતે કોંગ્રેસ કરતાં ભાજપને પહેલી પસંદગી આપશે, પરંતુ 13 ટકા મુસ્લિમ વસતીને જોતા ટીઆરએસ ચૂંટણી પહેલાંનું ગઠબંધન કરવા વિશે ચિંતિત હોઈ શકે છે. કોંગ્રેસ અહીંયાં બીજી સૌથી મોટી પાર્ટી છે, જે તેલંગાણા બનાવાના મુદ્દા પર રાવની ટીઆરએસને ટક્કર આપવાની છે.

નવમું રાજય છે ઓરિસ્સા , જોકે ભાજપે અહીં જનતા દળ (બીજેડી)ના વિપક્ષ તરીકે કોંગ્રેસની જગ્યા લીધી છે, પરંતુ ઓરિસ્સાના સીએમ નવીન પટનાયક વારંવાર પોતાના ભાષણોમાં મોદી માટે નરમ જોવા મળે છે. પીએમ મોદી અને અમિત શાહ પણ રિટર્નમાં આવું જ પ્રદર્શિત કરી રહ્યા છે. ‘સમદૃષ્ટિ’ના સંપાદક સુધીર પટનાયક જણાવે છે કે, જો જરૂર પડી તો બીજેડી ભાજપ સાથે આવશે. આથી જો બીજેડીની દરેક 21 સીટ પણ જીતી લે છે તો આ ભાજપ માટે હાર નહીં હોય. સુધીર પટનાયકના જણાવ્યાનુસાર, જો આવું થાય તો આ ત્રિકોણીય મુકાબલો બીજેડી અને ભાજપ માટે ફાયદાનો સોદો હશે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની જેમ જ ઓરિસ્સામાં પણ વિધાનસભા ચૂંટણી સામાન્ય ચૂંટણી સાથે જ થશે.

દસમુ રાજય છે કેેેરળ, 2014માં ભાજપ કેરળમાં એકપણ સીટ જીતી શકી નહોતી, પરંતુ પાર્ટીને 10.5 ટકા રૂપે સન્માનજનક વૉટ શેર મળ્યા હતા. 2016ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને અહીં પોતાનો પહેલો ધારાસભ્ય મળ્યો હતો. જોકે યુપીની જેમ અહીં ભાજપનું પ્રભુત્વ વધારે નથી. આથી બંને પરંપરાગત પ્રતિદ્વંદ્વીઓ કોંગ્રેસ અને લેફ્ટમાં અહીં ગઠબંધનમાં ઉતાવળ પણ નથી દેખાઈ રહી.