રાતના શૈક્ષણિક પ્રવાસ નહીં થઈ શકે

રાત્રે શાળાના પ્રવાસે જતી એસ.ટી બસો અને ખાનગી બસોના વધતા જતા અકસ્માતને પગલે રાજ્ય સરકારે રાત્રી પ્રવાસ ઉપર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે માહિતી આપતા નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે દિવસેને દિવસે પ્રવાસે જતી બસોના અકસ્માતોની સંખ્યા વધી રહી છે. અને આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય નહીં તે માટે સરકારે રાત્રિના 11થી સવારના 6વાગ્યા સુધીના પ્રવાસ ઉપર બ્રેક લગાવી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણય બાદ હવે પછી રાજ્યની કોઈપણ શાળા એ રાત્રિના 11 થી વહેલી સવારના 6વાગ્યા સુધી પ્રવાસ કરી શકશે નહીં એટલું જ નહીં પ્રવાસ દરમિયાન રાત્રિના 11થી સવારના 6વાગ્યા સુધી ના રોકાણની વ્યવસ્થા પણ શાળા સંચાલકો અને જવાબદાર શિક્ષકોએ ફરજિયાત કરવી પડશે. તેવો નિર્ણય આજની કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હોવાનું નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું
તો બીજી તરફ વાહન વ્યવહાર
મંત્રી આર.સી.ફળદુ એ નવસારી ડેપોમાં બનેલા અકસ્માત અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે નવસારી ડેપોમાં જે ઘટના બની હતી. તેમાં એસટી ડ્રાઇવર ની ગફલતના કારણે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા જો કે નવસારી ડેપો માં બનેલી ઘટના જોતા ડ્રાઇવર ની બેદરકારી સ્પષ્ટ જણાય છે. જેની રાજય સરકારે ગંભીર નોંધ લીધી છે .અને આ ઘટનામાં મૃતકના પરિવારજનોને સરકાર નિયમ અનુસાર સહાય કરશે એટલું જ નહીં એસ.ટી.ના ડ્રાઇવરને સસ્પેન્ડ કરવા સુધીની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
એટલું જ નહીં ભવિષ્યમાં પણ આવી ઘટનાઓન બને તે માટે એસટી વિભાગ સાથે મહત્વની બેઠક કરીશું. તેમ જણાવ્યું હતું.