રાફેલ સોદા બાદ હવે અમદાવાદની શેરી બત્તી ચાલુ રાખવા ફ્રાંસની કંપનીને ઠેકો

અમદાવાદ શહેરની દોઢ લાખ શેરી બત્તીની જાળવણી માટે ‘સીટેલુમ’ નામની કંપનીને પાંચ વર્ષનો ઠેકો આપવામાં આવ્યો છે. ફાંસ પાસેથી રાફેલ વિમાનની ખરીદી બાદ દેશના અનેક મોટા શહેરોમાં સીટેલુમ કંપનીને સ્ટ્રીટલાઈટ મેઇન્ટેનન્સના કોન્ટ્રાક્ટ મર્ળ્યા છે.

સીટેલુમ કંપની સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો થયા બાદ વિજીલન્સ તપાસ કરી હતી, વિજીલન્સ તપાસ પૂર્ણ થવામાં ઓછામાં ઓછા બે વરસનો સમય લાગતો હોય છે. પણ આ કંપનના ખોટા કામની તપાસ એક  મહિનામાં જ સમેટી લઈને તેને સ્વચ્છ ભ્રષ્ટાચાર રહીત જીહેર કરીને ફરીથી તેને જ કામ આપવામાં આવ્યું છે.

‘સીટેલુમ’ને ર૦૧૪થી ર૦૧૯ સુધી સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ફ્રાંસની સીટેલુમ કંપનીને આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટ આપવા માટે ભાજપના શહેરી, બાવા સ્ટેન્ડીંગ કમિટિના સભ્ય જતિનભાઈ પટેલે પુરાવા સાથે આક્ષેપો કરેલાં તે હવે ખોટા જાહેર કર્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ‘ધાર્યુ ધણીનું થાય’ કહેવત વખતોવખત સાર્થક થઈ રહી છે.

સ્ટેન્ડીંગ કમિટી અધ્યક્ષ અમુલ ભટ્ટે જાહેર કર્યું હતું કે, સીટેલુમ કંપની સામે વિજીલન્સ તપાસ પૂર્ણ થઈ ગઈ છે તથા એકપણ આક્ષેપ સાચા સાબીત થયા ન હોવાથી તેને ક્લિનચીટ આપવામાં આવી છે. મંજુર થયેલ ટેન્ડર મુજબ સ્ટ્રીટલાઈટ મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો છે. નવા કોન્ટ્રાક્ટમાં લાઈટપોલમાં ઘટાડો થયાની સાથે ભાવમાં પણ ઘટાડો થવાની શરત રાખવામાં આવી છે.

સીટેલુમ કંપનીનો લગભગ ૮૭ ટકા હિસ્સો સ્થાનિક સરકારનો છે. ફ્રાંસમાં સદર કંપની ઈડીએફ ના નામથી ઓળખાય છે. લાઈટ (વીજળી) સપ્લાય કરે છે. સ્ટેન્ડીંગ કમિટિમાં થયેલ રજુઆત અને વિજીલન્સ તપાસની જાહેરાત બાદ તે કંપનીને કોન્ટ્રાક્ટ ન આપવા માટે નિર્ણય થયો હતો. પરંતુ ઉચ્ચ કક્ષાના દબાણ અને મધ્યસ્થી બાદ સીટેલુમ કંપનીને કોન્ટ્રાક્ટ આપવા માટે ગાંધીનગરથી ફરમાન થયા હતા.

નવા કોન્ટ્રાક્ટમાં સ્ટ્રીટલાઈટ પોલ દીઠ કંપનીને રૂ.૬પ.૬૬ ચુકવવામાં આવશે. જુના કોન્ટ્રાક્ટમાં પોલ દીઠ રૂ.૭૦ તથા મલ્ટીપલ પોલ દીઠ રૂ.૮૦ ચુકવવામાં આવતા હતા. શહેરમાં ૧ લાખ ૭૦ હજાર સ્ટ્રીટલાઈટ છે જે પૈકી ૯૦ૅ હજાર પોલ ખાનગી સાસાયટીઓમાં છે.
નવા કોન્ટ્રાક્ટમાં સોસાયટી પોલની જવાબદારીમાંથી મુક્તિ મેળવવાના અણસાર આપ્યા છે. જે તે સોસાયટીના રહીશોએ જ મેઈન્ટેનન્સ અને બીલનો ખર્ચ ભોગવવાનો રહેશે. જેનાથી દર મહિને રૂ.પ૯ લાખનો ફાયદો થઈ શકે છે. સીટેલુમ કંપનીના નવા કોન્ટ્રાક્ટમાં આ શરતનો સ્પપ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.