સર્વોચ્ચ ન્યાયાલયના નિર્ણય અનુસાર 9 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણનું ટ્રસ્ટ બનાવવાનું છે. ત્યારે અયોધ્યા મંદિર નિર્માણ પહેલા વીએચપીએ મોટી જાહેરાત કરી છે. જે અન્વયે દેશના 2.75 લાખ ગામમાં ભગવાન રામની પ્રતિમા લગાવી 25 માર્ચથી 8 એપ્રિલ 2020 સુધી ‘રામોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે.
દરેક ગામમાં રામ મંદિર નહીં પણ નેતાઓની જેમ ભગવાન રામની પ્રતિમાં કે સ્ટેચ્યુ બનાવશે. આજ સુધી ભગવાન રામની મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થતી આવી છે. હવે પુતળા મૂકવામાં આવશે.
વીએચપીની નજર રામ મંદિર માટે પુજારિયો પર પણ છે. ત્યારે મંદિર માટે દલિત પુજારી પણ ઇચ્છે છે. વીએચપીનું માનવું છે કે દલિત પુજારીની નિમણૂંક દ્વારા સામાજિક સમરસતાનો મોટો સંદેશ આપી શકાય છે. વિહિપનું કહેવું છે કે, મંદિરનું નિર્માણ સરકાર નહીં સમાજના પૈસે થશે.
બે મહિના બાદ મોદી સરકારે આ સંબંધિત મામલાઓને જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. તેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારીઓ કરશે. ગૃહ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, અયોધ્યા મામલે અને કોર્ટના નિર્ણયથી જોડાયેલ મામલાઓને ત્રણ અધિકારીઓ જોશે. આ ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી કરશે.