સુપ્રીમ કોર્ટમાં કેગ સંદર્ભે ટાઈપીંગ ની ભુલ હોવાની એફીડેવીટ હકીકતમાં “ ચોકીદાર ચોર ” હોવાની કબુલાત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્વયંને પ્રામાણિકતાનું સર્ટીફિકેટ આપનાર ભાજપે રાહુલ ગાંધીની પ્રેસવાર્તા બાદ કોર્ટમાં રજુ કરેલ રીપોર્ટ ટાઈપીંગની ભુલ હોવાની એફિડેવિટ દાખલ કરી. ભાજપ સરકાર જાણે કે ટાઈપીસ્ટ અને કારકુનો જ ચલાવતા હોય એવી બાલીશતા આ એફીડેવીટ રજુ કરવામાં દેખાડાઈ છે. તેમ ગુજરાત કોંગ્રેસે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે જે વાતને આધાર માની પોતાનો ચુકાદો આપ્યો તે મુળ વાત જ જો ખોટી કે ભુલ ભરેલી હોય તો આ નિર્ણય ફેર વિચારણા માંગે છે. સરકાર વતી એટર્ની જનરલે કોર્ટને કેગના રીપોર્ટમાં રાફેલ સોદાની કીંમત જાહેર કરી હોવાની અને તે પીએસી( સંસદની જાહેર હિસાબ સમિતિ ) સમક્ષ રજુ કરાઈ હોવાની આખી વાત ટાઈપીંગની આવી ગંભીર ભુલ કેવી રીતે હોઈ શકે ?કે જેના પર આખા ચુકાદાનો આધાર જ જે વાત પર હોય તે સમજાય તેવી વાત નથી. ટાઈપીંગમાં સ્પેલિંગની ભુલ થઈ શકે પણ કોઈ ટાઈપીસ્ટ ” ના લખાયેલી ” આખી વાત જ છાપી નાખે એ કેવી રીતે સંભવ છે?
જો આ લગભગ ત્રણ વાકય ની ટાઈપીંગ ભુલ કરી હોય તો સરકારના એટર્ની જનરલે તે વાંચ્યા વગર જ સુપ્રીમ કોર્ટમાં રજુ કરી દીધી હોય તે સંભવ જ નથી. જો એટર્ની જનરલ ઈરાદા પુર્વક આમ કર્યુ હોય તો કોના દબાણ થી આ કર્યુ તે સુપ્રિમકોર્ટ અને દેશને જણાવવું જોઈએ.
રાફેલની કીંમત જો સુપ્રીમ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં ના આવતી હોય તો ચોકીદાર ને ચોરીના આરોપમાંથી ક્લીનચીટ મળી હોવાની મુર્ખતા કરવાની જરૂર શું હતી ? સુપ્રીમકોર્ટે તપાસ જ કરી નથી તો ” ક્લીન ચીટ ” ના બણગા કઈ રીતે ફૂંકે ????
હકીકતમાં રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે સતત સવાલો કરી સરકારને મુંઝવી નાખી હતી. પાંચ રાજ્યોની વિધાનસભાની ચુંટણીઓમાં પણ ” રામ સામે રાફેલ “ની વ્યુહરચના સફળ થઈ. ચોકીદાર જ ચોર છે એ વાત પર પ્રજાએ મહોર મારી. જેથી ભાજપ ને 2019ની ચિંતા થવી સહજ હતું. જો સુપ્રીમ કોર્ટમાં સરકારને થોડી પણ રાહત મળે તો જ ચોકીદાર બચી શકશે તે ભાજપ જાણતું હતું માટે જ જુઠ અને કપટનો સહારો લઈ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવી.
ભારતની અભણ કેન્દ્ર સરકાર હવે કહે છ કે રાફેલ ને પ્રશ્ને સર્વોચ્ચ અદાલત સમક્ષ અમારી એફીડેવીટ માં ” ટાઇપોગ્રાફીકલ ક્ષતિ ” ને કારણે સર્વોચ્ચ અદાલતની સમજ ફેર થતાં ચૂકાદાના પેરા 25 માં CAG અને PAC માટેનો ઉલ્લેખ વિવાદાસ્પદ બન્યો છે.હકીકતે આ પ્રકારની ખરીદીને અંતિમરૂપ આપતા પહેલા CAGને બતાવવાનો નિયમ છે અને CAG જ PAC સમક્ષ તે મૂકે છે એ પ્રકારની નિતી અમલમાં છે પરંતુ સુપ્રીમ કોર્ટથી બચવા એફીડેવીટમાં બતાવાયું છે કે રાફેલ ખરીદી માં CAG અને PACને આ ખરીદીની સંપૂર્ણ માહિતી આપેલ છે..હકીકતમાં આ અહેવાલ જ જાન્યુઆરી 2019માં આવવાનો છે..
તો પ્રશ્ન એ ઉભો થાય છે કે રાફેલ ખરીદીમાં ભારત સરકારે નીતિનો અમલ શા માટે ન કર્યો ? CAG અને PACને અંધારામાં રાખવાનું કારણ જ ગેરરીતિ છે, નીતિનો અમલ ઠુકરાવવાનું કારણ જ ભ્રષ્ટાચાર ? PACના અધ્યક્ષ સંસદના વિરોધપક્ષના સભ્ય હોય છે.
રાફેલ પ્રશ્ને સરકાર જ્યારે ભીંસમાં આવી ગઇ છે ત્યારે હવે દેશની સુરક્ષાના નામે વિરોધ પક્ષો ઉપર આક્ષેપ કરવામાં વ્યસ્ત છે. પણ પાપ તો છાપરે ચડી પોકારતું હોય છે જે સમજવાની જરૂર છે.
પરંતુ રાહુલ ગાંધી આ વખતે પણ ભાજપના” કથીત જાતે બની બેઠેલા ચાણક્ય ” પર ભારે પડ્યા. સુપ્રીમના નિર્ણય પર ગેલમાં આવી એક કલાકની પ્રેસ કોન્ફરન્સ કરનાર ભાજપને રાહુલ ગાંધી એ માત્ર દસ જ મીનીટની પ્રેસવાર્તા બાદ ફરી દોડતા કરી દીધા. ચુકાદાનો આધાર જ પાયાવિહોણો છે તેવું સ્પષ્ટ અને તર્કબદ્ધ રીતે જણાવીને ફરી એક વાર ભાજપને આરોપીના કઠેડામા ઉભા કરી દીધા. જે કેગના રીપોર્ટ અને પીએસી નો હવાલો અપાયો એ રીપોર્ટ ક્યાં અને કોણે જોયો એ સવાલથી એન્ડ કુંપની ડઘાઈ ગઈ. સુપ્રીમની અવમાનના અને ગેરમાર્ગે દોરવાના અપરાધથી બચવા હવે ટાઈપીંગ ની ભુલ હોવાની બેવકુફી કરી રહ્યા છે.
રાહુલજીને માફી મંગાવવા ઉછળકુદ કરતા ભાજપ અધ્યક્ષ હવે ચોકીદાર ને બચાવવા ભાગદોડ કરતા નજરે પડે છે. ખરેખર સરકારે સારા અધિકારીઓ અને મંત્રીઓના બદલે સારા ટાઈપીસ્ટ રાખવાની જરૂર છે જેથી આબરુની લીલામના થાય. તેમ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.