બારડોલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દેશની પહેલી સભા કરી ત્યાર બાદ લોકોનો મૂડ બદલાયો છે. અહીં હવે લોકો ખૂલ્લીને ભાજપનો વિરોધ જાહેરમાં કરી રહ્યાં છે. બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવા સામે આફત શરૂં થઈ છે. તેમના મત વિસ્તારમાં તેમને પ્રવેશવા પર પ્રતિબંધ લોકોએ મૂકી દીધો છે. સુરતના પુણાગામ વિસ્તારના લોકોએ જાહેરમાં બેનરો લગાવીને સાંસદ પ્રભુ વસાવાનો વિરોધ કર્યો છે. ‘છેલ્લા પાંચ વર્ષથી ગાયબ રહેલા સાંસદ સભ્ય તેમજ ધારાસભ્યએ મતની ભીખ માંગવા પુણાગામમાં આવવું નહીં. આમ છતાં ગામમાં પ્રવેશ કરશો અને કોઈ ઘટના બનેશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજકિય નેતાની રહેશે.’ આવો આદેશ થતાં ભાજપ માટે આફત શરૂં થઈ છે.
2.50થી 3 લાખની વસતિ ધરાવતો પુણાગામ વિસ્તાર બારડોલીની લોકસભાની બેઠકમાં આવે છે, ફણ તે છે સુરતનો ભાગ. ભાજપના સાંસદ પ્રભુ આ વિસ્તારના કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવાની પણ તસ્દી લીધી નથી. કામો કર્યા નથી. લોકોનું એવું પણ કહેવુ છે કે, જે સાંસદ મત લઇને લોકોના કામ ન કરે તેવા સાંસદને ચૂંટવા કરતા સાંસદ વગરનું રહેવું સારું.