રાહુલ ગાંધી ઓપન પોલિટિક્સ કરવામાં માને છે :શંકર સિંહ વાઘેલા

પાંચ રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ આવેલા પરિણામો ભાજપે કરેલા જુઠા વાયદાઓ અને પ્રવચનો હોવાનો દાવો શંકર સિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો છે.
આજે જાહેર કરવામાં આવેલા પરિણામો અંગે ભાજપ ઉપર આકરા પ્રહારો કરવાની તક બાપુ એ ઝડપી હતી.અને જણાવ્યું હતું કે દેશ ના 5 રાજ્યો ના મતદારો એ લોકશાહી ની જ્યોત જીવંત રાખી છે. સત્તાના મોહમાં રાચતી
બીજેપી નું અભિમાન મતદારો એ આજે ઉતાર્યું હોવાનો કટાક્ષ કર્યો હતો. ભાજપ વિરુદ્ધ આવા પરિણામો કેમ આવ્યા ?તેવા પ્રશ્નના ઉત્તર માં પ્રતિભાવ આપતાં શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું
હતું કે આજે સમગ્ર દેશમાં BJP ના શાસન માં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે.
મોંઘવારી, બેકારી. ખેડૂતો ની મુશ્કેલી ઓ વધી રહી છે.
ત્યારે BJP ના નેતા ઓ ના જુઠ્ઠા ભાષણો નો આ જવાબ મતદારો એ આપ્યો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો .વધુ માં તેમણે જણાવ્યું
હતું કે BJP ના સત્તાધીશો એવું સમજેછે કે રૂપિયા હોય એટલે ચૂંટણી ગમેતેમ જીતિ જવાય પરંતુ
આજના પરિણામો એ મતદારો ને દબાવવાની કોશિશ સામે મતદારો એ લાલ આંખ બતાવી છે.
મોંઘવારી , અને રામ મંદિર અંગે પૂછેલ પ્રશ્નના ઉત્તર માં શંકર સિંહે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે રામ ના નામે પથ્થર ભલે તરે પણ BJP ક્યારેય નહિ તરે.
GST અને નોટબધી અંગે બાપુ એ જણાવ્યું હતું કે BJP સરકારે હોમવર્ક વિના નોટબંધી નું તરકટ કર્યું તેના લીધે દેશ માં બેકારી વધી, અનેGDP ઘટી ગયો. એટલે
આ સરકારે છેલ્લે રામ મંદિર નો મુદ્દો ઉછળવા પ્રયત્ન કર્યો પરંતુ આજે બનાવટી રામ ભક્તોના મો પર આજના પરિણામો લપડાક બન્યા છે.
દિલ્હી ની કેબિનેટ માં ઇકોનોમિ નો અન્ય એક પ્રશ્ન ના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે BJP સરકારમાં “ઇ”નથી જાણતા તેવા લોકો આજે વહીવટ કરે છે.
તો બીજી તરફ બોગસ અને જુઠ્ઠા વાયદા જે હજુ પણ પુરા નથી થયા. ત્યારે મતદારોને રાજી કરવા વિકાસ અને રામ મંદિર જેવા મુદ્દામાં પણ BJPની પીછે હઠ થઈ ગઈ. તો બીજી તરફ
નોટ બંધી દરમ્યાન દેશમાં 100 જેટલા લોકો ના મોત થયા.તેથી સરકાર પર 302 ની કલમ લગાવવીજોઈએ. કારણ કે હું માનું છું કે આ ખૂન કર્યું કહેવાય.
આ તબકકે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ આજનું આ રિઝલ્ટ એ 2019 નું ટ્રેલર છે. જે મતદારોએ BJP ને બતાવ્યું છે
એટલું જ નહીં આ પરિણામો થી બીજી રાજકીય પાર્ટીઓ હવે એક થશે
રાહુલ ગાંધી અંગે શંકર સિંહે વખાણ કરતા પ્રતિભાવ આપ્યો અને વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રાહુલ ગાંધી ઓપન પોલિટિક્સ કરવા વાળા રાજકારણી છે.એટલું જ નહીં ડર્ટી પોલિટિક્સ રાહુલ ગાંધી નથી કરતા..
જો કે બાપુ એ તેમની લાક્ષણિક શૈલીમાં પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આજે હું ખુશ છું.ભાજપને 50 વર્ષ રાજ કરવું હતું. પરંતુ આ પરિણામ જોઈ ને હવે આ લોકો સુધરે તો સારું .
જસદણ પેટા ચૂંટણી અને ઉર્જિત પટેલ અંગે શંકર સિંહે જણાવ્યું હતું કે જસદણનું
પરિણામ સરકાર ની વિરુદ્ધ જોઈ રહ્યો છું. જ્યારે RBI ગવર્નર
ઉર્જિત પટેલ મામલે શંકર સિંહે
જણાવ્યું હતું કે 5 રાજ્યોના રિઝલ્ટ ના 1 દિવસ પહેલા રાજીનામુ આપ્યું એ બહુ સારું કર્યું છે. જો કે આ રાજીનામાં
પાછળ સરકાર નું પ્રેસર હોઈ શકે છે.કોંગ્રેસ હિસાબ ચૂકતે કરવા વાળી પાર્ટી નથી પરતુ આવી રહેલી લોક સભામાં ભાજપ ને પૂર્ણ બહુમત તો નહીજ મળે તેવી ભવિષ્ય વાણી કરી હતી….અને BJPને મનોમંથન કરવાની સલાહ આપી હતી