ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતે ખાસ બેઠક યોજી ગુજરાતમાંથી જ ભાજપને ઘેરવા અને લોકસભાની ચૂંટણીનો પડકાર ફેંકવાનું નક્કી કરાયું છે. પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિની બેઠક યોજાઇ રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ નવી દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસની સંકલન સમિતિની ખાસ બેઠક યોજેલી હતી. જેમાં પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ટોચના નેતાઓ હતા. સૌપ્રથમ બેઠકમાં ગુજરાતની પાણીની તેમજ ખેડૂતોને મળતા ભાવો અંગે ચર્ચા કર્યા બાદ ગુજરાતમાં હાલ કેવું વાતાવરણ છે અને કોંગ્રેસને લોકસભાની કેટલી બેઠકો મળી શકે તેમ છે તે અંગે ચર્ચાવિચારણા કરવામાં આવનાર છે. કોંગ્રેસે પોતાનો આંતરીક સર્વે કરાવ્યો છે તેમાં ગુજરાતમાં ઓછામાં ઓછી 10 થી 12 બેઠકો આગામી લોકસભાની ચૂંટણીમાં જીતી શકાય તેમ છે. જે અંગે ચર્ચા થઈ હતી. સરળ અને કપરી બેઠકો અંગે પ્રાથમિક ચર્ચા થઈ હતી. અંગે વિસ્તૃત અહેવાલ રાહુલ ગાંધી સમક્ષ રજૂ કરેલો છે. જેના આધારે આગામી દિવસોમાં કેવી રણનીતિ અપનાવવી
ખાસ કરીને આ બેઠકમાં હાલમાં ચાલી રહેલી પક્ષાંતરની અફવાઓ અંગે પણ ચર્ચા થાય તેમજ નેતાઓ વચ્ચે ચાલી રહેલા મતભેદો દુર કરી આગામી ચૂંટણીમાં કોંગ્રેસના તમામ જૂથો એક થઇને લડે તે માટે પણ ખુલ્લા મને ચર્ચા થઇ રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ ઓછો પડયો હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, તેમજ લસણ, ડુંગળી સહિતની જણસોના ભાવો તળીયે જતા સરકાર સામે ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે તમામ પ્રજાજનોમાં ભારે છુપો રોષ પ્રવર્તી રહ્યો છે ત્યારે આ બન્ને મુદ્દાઓને સ્થાનિક કક્ષાએ વધુ ચગાવવા તેમજ રાષ્ટ્રીય કક્ષાએ રાફેલ ગોટાળાનો મુદ્દો ચૂંટણીમાં ઉછાળવા અંગે વ્યુહરચના ઘડાઇ હોવાનું જાણવા મળે છે.