અમદાવાદ, તા. 09
કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી 11મી ઓક્ટોબરે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજરી આપવા આવશે. તેઓ શુક્રવારે બપોરે 2.30 વાગ્યે શહેરની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપશે.
મળતી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીએ નોટબંધી સમયે એડીસી બેન્ક વિરૂદ્ધ કરેલી ટિપ્પણી સામે તેમની સામે બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે. જેની મુદત શુક્રવારે હોવાથી તેઓ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપવા આવશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ લગભગ 11 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે અને પછી તેઓ પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહેલા કમઠાણ અંગે પ્રદેશ નેતાઓ સાથે એક મહત્વની બેઠક કરશે અને પછી તેઓ મેટ્રોપોલિટન કોર્ટમાં હાજરી આપવા જશે.