આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘ અમદાવાદમાં “રાફેલ ઘોટલા” ને રાજ્યસભા માં ઉજાગર કરવા બદલ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તથા અન્યો વતી માનનીય સાંસદ સંજય સિંઘ પર 5000 કરોડનો માનહાનિનો દાવો અમદાવાદની સિટી સિવિલ અને સેસન્સ કોર્ટ, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપવા માટે તેઓ કોર્ટ માં સવારે 11:00 વાગ્યે હાજર રહ્યાં હતાં .
કોર્ટ દ્વારા આગામી તારીખ 7-ડિસેમ્બર-2018ની મુદ્દત આપવામાં આવી છે તો કેસની આગળની કાર્યવાહી ત્યારબાદ થશે .
સંજય સિંઘ એ જણાવ્યું હતું કે અનિલ અંબાણીની કંપની દ્વારા 5000 કરોડનો માનહાનીનો જે દાવો કરવામાં આવ્યો છે તે રાફેલ સોદામાં થયેલા કથિત કૌભાંડ તથા ભ્રષ્ટચાર વિરુદ્ધ તેઓનો અવાજ દબાબાવા માટેનું એક મોટું ષડ્યંત્ર છે.
કેન્દ્ર ની ભાજપ સરકારને આડે હાથ લેતા તેઓએ કહ્યું હતું કે હિન્દુસ્તાનની આઝાદી બાદનું લશ્કર મામલે સૌથી મોટું 36000 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. આ ઉપરાંત તેઓએ ત્રણ સવાલ પૂછ્યા હતાં,
1) આખરે શું કારણ છે કે 526 કરોડનું હવાઈ જહાજ 1670 કરોડ નું થઈ ગયું?
2) આખરે શું કારણ છે કે 70 વર્ષ જૂની, હજારો એન્જીનીયર ધરાવતી, બહોળો અનુભવ ધરાવતી HAL કંપનીને ઠોકર મારી 12 દિવસ જૂની અનિલ અંબાણીની કંપનીને હજારો કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે?
3) આખરે શું કારણ છે કે ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાન્દે કહે છે કે અમારી પાસે અનિલ અંબાણીની કંપનીને કોન્ટ્રાક્ટ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો?
આખરે આ સવાલોનો જવાબ આપવાની જગ્યાએ ભાજપની કેન્દ્ર સરકારના તમામ મંત્રીઓ વારંવાર જુઠ્ઠું બોલી રહ્યા છે અને અનિલ અંબાણી કે જેના પોતાના કરોડો રૂપિયા NPA થયેલા છે તેને બચાવી રહ્યા છે તો આજે દેશ ભારતના પ્રધાનમંત્રી પાસેથી જાણવા માંગે છે કે આપ આખા દેશના પ્રધાનમંત્રી છો કે માત્ર અમુક પુંજીપતિઓના જ પ્રધાનમંત્રી છો?
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અનિલ અંબાણી તથા કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ દબાબવાનો આ નવો કીમિયો છે, જે વ્યક્તિ આપને સવાલ પૂછે તેની વિરુદ્ધ 5000 કરોડ કે 10000 કરોડનો માનહાનીનો દાવો કરી તેને હેરાન પરેશાન કરી મુકવો, જો ખરેખર જ દાવો કરવો હોત તો આ દાવો દિલ્લી, મહારાષ્ટ્ર કે અન્ય કોઈ રાજ્યમાં પણ થઈ શકે તેમ હતો પરંતુ ત્યાં કોર્ટ ફી પ્રમાણમાં ઘણીજ વધારે છે જ્યારે ગુજરાતમાં નહિવત છે માટે જ આ દાવો ગુજરાતથી કરવામાં આવ્યો છે.
સંજય સિંઘનું માનવું છે કે જે વ્યક્તિ એ દેશને લૂંટયો હોય તે વ્યક્તિનું કોઈ માન સન્માન હોતું જ નથી, તો માનહાનીનો સવાલ જ પેદા થતો નથી, તેઓ તેમના વ્યકત પર કાયમ રહેશે.
પ્રેસવાર્તા બાદ માનનીય સાંસદ સંજય સિંઘ એ ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી સુરેશભાઈ મેહતા સાથે શુભેચ્છા બેઠક કરી હતી ત્યારબાદ તેઓ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થયા હતાં.