આગામી પાંચ વર્ષમાં જિયો-બીપી બ્રાન્ડેડ રિટેલ નેટવર્ક વધીને 5,500 સાઇટનું થશે
મુંબઈ, ડિસેમ્બર, 2019: બીપી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)એ તેમનાં નવા ભારતીય ઇંધણ અને મોબિલિટી જોઇન્ટ વેન્ચરની રચના કરવા સાથે સંબંધિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. સાહસની રચના વર્ષ 2020નાં પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં થવાની અપેક્ષા છે. આરઆઇએલનો હિસ્સો 51 ટકા અને બીપીનો હિસ્સો 49 ટકા હશે. આ સંયુક્ત સાહસ આરઆઇએલનાં હાલનાં ભારતીય ઇંધણ રિટેલ નેટવર્ક અને એનાં એવિએશન ફ્યુઅલ બિઝનેસની માલિકી ધરાવશે.
ભારતમાં ઇંધણ માટે રિટેલ સર્વિસ સ્ટેશનનું નેટવર્ક અને એવિએશન ફ્યુઅલ માર્કેટિંગ બિઝનેસ સામેલ હશે. વૈશ્વિક સ્તરની ઇંધણ પાર્ટનરશિપ ઝડપથી સંયુક્તપણે ઊભી કરશે.
પાંચ વર્ષમાં આરઆઇએલનું હાલનું ઇંધણ રિટેલિંગ નેટવર્ક 1,400 રિટેલ સાઇટ અને સમગ્ર ભારતમાં 30 એવિએશન ફ્યુઅલ સ્ટેશનથી વધીને 5,500 રિટેલ સાઇટ અને 45 એવિએશન ફ્યુઅલ સ્ટેશનનું થશે.
રિટેલ નેટવર્ક જિયો-બીપી બ્રાન્ડ અંતર્ગત કામ કરશે, જે ઇંધણનાં વેચાણ અને મોબિલિટી સોલ્યુશન્સ, ડિજિટલ પ્લેટફોર્મ અને બીપીનાં દુનિયાભરમાં ઇંધણનાં રિટેલિંગનાં બહોળા અનુભવ દ્વારા ગ્રાહકોને જોડાણ, સુવિધા અને સેવાઓ પૂરી પાડશે.
મુંબઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી અને બીપીનાં ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ બોબ ડુડલીએ હસ્તાક્ષર કર્યા હતા.
મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “મને ખુશી છે કે, બીપી અને રિલાયન્સ તેમની જાણકારી, કુશળતા અને અનુભવનો સમન્વય કરીને ભારતીય ગ્રાહકોને વૈશ્વિક કક્ષાનાં ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરે છે.”
બોબ ડુડલીએ કહ્યું હતું કે, “ભારત દુનિયાનાં સૌથી મહત્ત્વપૂર્ણ બજારોમાંનું એક છે – એનાં પરિવહન અને ઉડ્ડયન ક્ષેત્રો ઝડપથી વૃદ્ધિ કરી રહ્યાં છે. ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇંધણ અને સેવાઓ પ્રદાન કરાશે.”