રૂપાણીના શપથ શાપરૂપ, ગુજરાતને બદનામી અને આંતરિક વિખવાદો મળ્યા

ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થયા બાદ ભાજપમાં ભારે વિવાદો સતત ચાલતાં રહે છે. વિજય રૂપાણીની 2017ની નવી સરકારને હજુ ચાર દિવસ પણ માંડ થયા હતા, ત્યાં સત્તાધારી પક્ષ ભાજપની અંદર ચાલી રહેલા વિખવાદ સપાટી પર આવી ગયા હતા. જો કે, ભાજપમાં અંદરોઅંદર ચાલી રહેલી ‘કોલ્ડવોર’ માટે શપથવિધિ સમયની ગ્રહદશા પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહી હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. આ ઉપરાંત ભાજપ માટે આ વખતે સત્તાના પાંચ વર્ષ પૂરા કરવા લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થઇ રહ્યાં છે. હાર્દિક પટેલના આમણાંત ઉપવાસ વખતે મુલાકાતીઓ પર પોલીસે કરેલાં અત્યાચારો બાદ હવે બિનગુજરાતીઓને ઉત્તરભારતમાં હાંકી કાઢવાનું આંદોલન અલ્પેશ ઠાકોરે કરતાં ભાજપ સરકારની ફરી એક વખત નિફ્ષળતા બહાર આવી છે. સમગ્ર વિશ્વમાં ગુજરાતની છબી ખરડાઈ છે. ગોધરા કાંડ બાદ આવું થયું છે. જેમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ચોક્ખી નિષ્ફળતાં જોવા મળી રહી છે. આમ સરકાર વારંવાર આફતમાં આવી રહી છે.

જ્યોતિષીઓના મતે મતદાનના બીજા દિવસ એટલે કે 15 ડિસેમ્બરે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થઇ ગયો હતો. ધન રાશિમાં પહેલેથી જ શનિ બિરાજમાન હતો. શનિ-સૂર્યનો સંયોગ જોતાં હવે ગુજરાતના જે પણ મુખ્યમંત્રી હોય તે માટે ટર્મ પૂરી નહીં કરી શકે તેમ જણાઇ રહ્યું હતું. જે સાચું પડી રહ્યું છે. વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે 26 ડિસેમ્બર 2017ને બપોરે 12.02ના શપથ ગ્રહણ કર્યા હતા. એ સમયે મીન લગ્નમાં ઉદીત થયો હતો. આ મીન લગ્ન પણ દ્વિસ્વભાવવાળો હોવાથી સરકાર માટે સ્થિરતા સૂચવતું નથી. આ જ મીન લગ્નનો અધિપતિ ગુરૂ આઠમે ખાડાના ભાવમાં ભાગ્યના આધિપતિ મંગળ સાથે બનેલો છે. જે સૂચવે છે કે આ સમયે રચાયેલી સરકારના નિર્ણયો પારદર્શક-મજબૂત નહીં હોય. એવું જ સતત થઈ રહ્યું છે.

શપથ બાદ ભારે ઉથલપાથલ થઈ

કુંડળીમાં દસમાં કેન્દ્રભાવે સૂર્ય શુક્ર સાથે શનિનું હોવું તે સત્તા સામે શરૂઆતથી જ ષડયંત્ર-વિરોધ ઉભા થાય તેમ સૂચવે હતા. આ જ બાબત સરકારને અસ્થિર અને ચઢાવ-ઉતારભર્યા તબક્કા દર્શાવતા હતા. આ જ કુંડળીના લગ્નભાવમાં ચંદ્રનું હોવું તે દર્શાવે છે કે આ સરકાર સતત ચિંતામાં ઘેરાયલી રહેશે. આમ, શપથ ગ્રહણ સમયે શનિ-લગ્ન-ગુરૃની દશા ભાજપ માટે શરૂઆતથી જ મુશ્કેલી લાવી છે. 14 જાન્યુઆરી 2018 બાદ પણ ગુજરાતના રાજકારણમાં ભારે ઉથલ પાથલ જોવા મળી રહી છે. પહેલાં તો વડોદરામાં ધારાસભ્યોએ બળવો કર્યો હતો. પોરબંદરના આક્ષેપીત ધારાસભ્ય બાબુ બોખીરીયાએ પણ પ્રધાન મંડળમાં લેવા માચે બળાપો કાઢ્યો હતો. લીંચીંગની ઘટનાઓ બની હતા. કોંગ્રેસના કુંબરજી બાવળીયાને ભાજપમાં લઈને 4 કલાકમાં જ પ્રધાન બનાવી દેવાતાં ભાજપમાં આંકરિક વિરોધ થયો હતો. પ્રજામાં તો તેના ખરાબ પ્રત્યાઘાત પડ્યા હતા. જસદણમાં પણ વિરોધ ઉભો થયો હતો. જિલ્લા પંચાયત અને નગરપાલિકા તથા તાલુકા પંચાયતો તોડવા માટે ભાજપે જે નીતિ અપનાવી તેનાથી પ્રજા ભારે નારાજ છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકસભાની 2019ની ચૂંટણીમાં મતો મળે તેવી શક્યતા નહીંવત દેખાય છે.

સોમવતી અમાસ ભારરૂપ

વિધાનસભાનું ચૂંટણીનું પરિણામ 18 ડિસેમ્બરે આવ્યું હતુ ત્યારે સોમવતી અમાસ હતી. સોમવતી અમાસે ચૂંટાયેલી સરકાર માટે નબળો જનાદેશ હતો. જે નબળાઇનું કારણ છે. 18 મીએ સત્તાકારક સૂર્ય વૃશ્ચિક રાશિમાં સ્થિર હતો. એ વખતે જ અસ્થિર સ્વભાવની ધન રાશિમાં ભ્રમણ કરતો હોવાથી તે દિવસે આવેલું પરિણામ સૂર્ય-અમાસને આભારી હોઇ બંને પક્ષ માટે નિરાશાજનક ભાવિ સૂચવતું હતું. કોંગ્રેસમાં પણ આવું જ થઈ રહ્યું છે.