રૂપાણીએ ભાવનગરના નેતાઓને ખખડાવી નાંખ્યા. કેમ ?

ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નિયુક્ત કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ભાવનગરના ભાજપના કેટલાક અગ્રણીઓ મળવા ગાંધીનગર આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ આ નેતાઓને ખખડાવી નાખ્યા અને યુનિવર્સિટીને એની રીતે કામ કરવા દો. એવું સંભળાવી ને ભાજપના નેતાઓની નિયુક્ત કરવાની જરૂર નથી. એવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો.
તેથી ભાજપના નેતાઓ વિલા મોઢે પરત ફર્યા હતા. ભાજપના કાર્યકરો માનવું છે કે તેઓ લાગવગ માટે કાર્યકારી કુલપતિ તરીકે નિયુક્ત કરવા માંગે છે. અને ભાજપના કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા નેતાઓ એ મુખ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. તેથી પોતે ધારે તે કરી શકે. એવું પણ રૂપાણીને કહ્યું હતું કે કાર્યકારી કુલપતિ બનાવવામાં આવે તે પ્રોફેસર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ત્યારે મુખ્ય પ્રધાને દબડાવતાં કહ્યું હતું કે યુનિવર્સિટી પોતાની રીતે કામગીરી કરી શકે છે. તમે પાર્ટીનું કામ કરો. આમ મુખ્યપ્રધાને ભાજપના નેતાઓ જે વકીલાત કરવા માટે ગયા હતા તેમણે પરત મોકલી દીધા હતા. તેઓ શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયા હતા. અને મોટા ઉપાડે ગાંધીનગર આવેલા નેતાઓ વિલા મોઢે પરત ગયા હતા. તેઓ કહેશે એટલે મુખ્યપ્રધાન કરશે એવું જાહેર કરાયું હતું. પરંતુ હવે ભાજપના નેતાઓ ભાવનગરને મોં બતાવી શકે તેમ નથી. જાહેરમાં આવી શકે એવી સ્થિતિ નથી. તેઓ હવે પક્ષના કાર્યાલય ખાતે પણ બે દિવસથી દેખાયા નથી