ગાંધીનગર, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને લગતાં પ્રશ્નોની ઝડી વરસાવીને સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની મળેલી અરજી સંદર્ભે સરકાર રાજ્યમાં વિકાસની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સરકારે રજૂ કરેલા જવાબમાં જોવા મળ્યું છે. આવા ગરીબ કુટુંબોની છેલ્લાં બે વર્ષમાં 35,946 અરજીઓ બીપીએલ યાદીમાં સમાવેશ કરવા માટે મળી હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. તેમાં આશ્ચર્યની વાત એ છે કે, મુખ્યમંત્રી રૂપાણીનાં રાજકોટ જિલ્લામાં 18,437 અરજીઓ મળી હોવાનું બહાર આવ્યું છે. અને સૌથી વધુ કુટુંબોનો સમાવેશ પણ રાજકોટમાં જ કરવામાં આવ્યો હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. આ ઉપરાંત બીપીએલ યાદીમાં સમાવેશ કરવાની સૌથી વધુ અરજીઓની મંજૂરી પણ રાજકોટમાં જ આપવામાં આવી છે.
જિલ્લાનુંનામ મળેલી અરજીઓ કુટુંબોની સંખ્યા પડતર અરજીઓ રદ કરેલી અરજીઓ
રાજકોટ ૧૮૪૩૭ ૧૨૩૮૬ ૦ ૬૦૫૧
અમરેલી ૯૪૬૧ ૪૧૭૪ ૧૩૦૨ ૩૯૮૫
બનાસકાંઠા ૨૫૫૩ ૩૧૪ ૦ ૨૨૩૯
જૂનાગઢ ૧૩૮૫ ૩૨૩ ૫૮ ૧૦૦૪
જામનગર ૬૫૧ ૨૨૭ ૦ ૪૨૪
મોરબી ૫૯૬ ૩૧૫ ૧૨ ૨૬૯
આણંદ ૪૫૨ ૩૦૦ ૦ ૧૫૨
સાબરકાંઠા ૪૩૫ ૪૨૦ ૦ ૧૫
વલસાડ ૩૯૬ ૩૪૦ ૦ ૫૬
દેવભૂમિદ્વારકા ૨૭૧ ૧૮૧ ૦ ૯૦
પોરબંદર ૨૬૧ ૦ ૨૯૧ ૦
પાટણ ૧૫૯ ૫૫ ૧૦૨ ૨
કચ્છ ૧૧૭ ૧૧૭ ૦ ૦
સુરેન્દ્રનગર ૧૧૨ ૧૦ ૧૭ ૮૫
ભાવનગર ૧૦૬ ૬૮ ૦ ૩૮
બોટાદ ૧૦૧ ૭ ૦ ૯૪
મહેસાણા ૮૧ ૦ ૦ ૮૧
ગાંધીનગર ૮૧ ૦ ૧૦ ૭૧
ભરૂચ ૫૨ ૬ ૪૬ ૦
નર્મદા ૪૬ ૦ ૦ ૪૬
મહીસાગર ૩૬ ૩૬
ગીરસોમનાથ ૩૫ ૩૩ ૨ ૦
ડાંગ ૩૪ ૪ ૨૭ ૩
ખેડા ૨૪ ૭ ૧૭ ૦
દાહોદ ૨૩ ૨૩ ૦ ૦
અરવલ્લી ૧૩ ૧૩ ૦ ૦
નવસારી ૧૦ ૧૦ ૦ ૦
વડોદરા ૮ ૨ ૩ ૩
અમદાવાદ ૭ ૭
સુરત ૨ ૨ ૦ ૦
છોટાઉદેપુર ૧ ૧ ૦ ૦
તાપી ૦ ૦ ૦ ૦
પંચમહાલ ૦ ૦ ૦ ૦
કુલ ૩૫,૯૪૬ ૧૯,૩૮૧ ૧,૮૮૭ ૧૪,૭૦૮