રાજ્યના 8 જિલ્લામાં આશરે 30 ટકા ઘરોમાં શૌચલયો જ નથી. રાજ્યમાં ઘર ઘર શૌયાલયની સુવિધા છે, વિજય રૂપાણીની સરકાર કહી રહી છે ત્યારે તેમના જુઠા દાવાઓ કેન્દ્ર સરકારની તટસ્થ સંસ્થા દ્વારા બહાર આવ્યા છે. રાજ્યની 30 ટકા પ્રજા એટલે કે 2 કરોડ લોકો આજે પણ ખૂલ્લામાં જાજરૂ જાય છે. સરકારે ખર્ચ કરેલાં કરોડો વપરાયા ક્યાં તે એક પ્રશ્ન ઊભો થયો છે. જો ખરેખર આ તપાસ થાય તો રાજ્યની 3 કરોડ પ્રજા આજે પણ ખૂલ્લામાં જાજરૂ જતી હોવાનું બહાર આવી શકે તેમ છે.
રાજ્યમાં શૌચાલયની સ્થિતિ અંગે આશરે 54 હજાર લોકોનાં ઘરોમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં માલુમ પડ્યું હતું કે 16,500થી વધારે ઘરોમાં શૌચાલયો જ નથી. એટલે કે અંદાજે 29થી 30 ટકા ઘરોમાં શૌચાલય નથી.
વિધાનસભામાં રજૂ થયેલાં કેગના રિપોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ રૂપાણી સરકારની પોલ ખોલી નાખી છે.
જિલ્લાઓમાં ખરાબ હાલત
બનાસકાંઠામાં 8 હજાર 434 ઘર પૈકી 4 હજાર 755 ઘર શૌચાલયથી વંચિત છે, જ્યારે છોટાઉદેપુરમાં 7 હજાર 798 ઘર પૈકી 2 હજાર 534 ઘર શૌચાલયથી વંચિત, દાહોદમાં 5 હજાર 804 ઘર પૈકી 2 હજાર 370 ઘર શૌચાલયથી વંચિત, ડાંગમાં 7 હજાર 975 ઘર પૈકી 1 હજાર 515 ઘર શૌચાલયથી વંચિત, પાટણમાં 3 હજાર 918 ઘરપૈકી 574 ઘર શૌચાલયથી વંચિત, વલસાડમાં 5 હજાર 292 ઘપ પૈકી 1 હજાર 746 ઘર શૌચાલયથી વંચિત છે.
શહેરોની હાલત ખરાબ
જામનગરમાં 8 હજાર 411 ઘર પૈકી 1 હજાર 066 ઘર શૌચાલયથી વંચિત છે. જૂનાગઢ જિલ્લામાં 8 હજારત 411 ઘર પૈકી 1 હજાર 066 શૌચાલયથી વંચિત છે. આ સંદર્ભ અગાઉ સંદેશન્યૂઝે એક અહેવાલ રજૂ કર્યો હતો. જેની ગંભીર નોંધ કેગના અહેવાલમાં જોવા મળી હતી.