રૂપાણી રાજમાં ખેડૂતોની આત્મહત્યામાં 35 ટકાનો વધારો – મોદી સરકારનો ધડાકો

ખેડૂતોની આત્મહત્યા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. કેન્દ્રની ગભરૂ અને ખેડૂતોના પ્રશ્ને નિષ્ફળ ગયેલી નરેન્દ્ર મોદી સરકારે લાંબા વિલંબથી છુપાવી રીખેલો અહેવાલ લોકોના દબાણ બાદ નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના આંકડા જાહેર કર્યા છે. જેમાં ગુજરાતમાં ખેડૂતોના આપઘાતના કેસમાં 35.5 ટકાનો વધારો નોંધાયો છે. રાજ્યમાં વર્ષ 2015માં 301 ખેડૂતોએ આપઘાત કર્યો હતો, તે સંખ્યા વર્ષ 2016માં વધીને 408 ઉપર પહોંચી ગઈ છે.

માટે આ એક મોટી શરમજનક બાબત ગણી શકાય કે ખેડૂતોના આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે. અન્ય રાજ્યોના આંકડા પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલંગાણામાં 54 ટકાનો, છત્તીસગઢમાં 28.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો તેની સામે ગુજરાતમાં આ ટકાવારીનું પ્રમાણ વધ્યું છે.

રાજ્ય સરકાર જો આ મામલે કોઈ યોગ્ય ઉકેલ નહિ લાવે તો આવનારા દિવસોમાં ખેડૂતોની આત્મહત્યાનો આંકડો અને ટકાવારી હજુ પણ વધે એવી શક્યતાઓ છે.

ખેડૂત આપઘાતમાં ગુજરાત ચોથા ક્રમે

છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતમાં 1,309 ખેડૂતો અથવા ખેતમજૂરોએ આપઘાત કર્યો છે. ખેડૂતોના આપઘાતના કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષના ખેતમજૂરોના આપઘાતના આંકડાઓ તપાસ કરવામાં આવે તો 2014થી 2017 દરમિયાન 132 ખેડૂતોએ આપઘાત કર્યો હતો. 2014થી 2016 દરમિયાન 1177 ખેતમજૂરોએ આત્મહત્યા કરી હતી, જ્યારે 2015ના વર્ષ કરતા વર્ષ 2016માં 35.5 ટકાનો વધારો થયો હતો.

કેમ કરે છે ખેડૂત આપઘાત?

રાજ્યમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અપૂરતા કે અતિભારે વરસાદના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન ઉઠાવવું પડે છે. અને આ સંજોગોમાં બેન્કોમાંથી લીધેલું ધિરાણ સમયસર નહિ ચૂકવી શકવાના કારણે તે નાસીપાસ હાલતમાં આપઘાત જેવાં પગલાં ભરતા અચકાતા નથી.