રૂપાણી શું, રૂપ-રાણી છે ? ડેરીના લોકો તો એવું માને છે

પાટણ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ કાનજી દેસાઈએ ગુજરાતના નબળા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રૂપ -રાણી કહ્યા હતા. તેથી સભામાં રહેલા લોકો રમજૂ કરવા લાવ્યા હતા. ઘણાંએ એવી પણ ટીકા કરી હતી કે તેઓ અમિત શાહના રબ્બર સ્ટેમ્પ મુખ્ય પ્રધાન છે. તેઓ રૂપરૂપના અંબાર જેવા છે. પણ મોદી અને શાહ જ્યાં કહે ત્યાં તેઓ સહી કરી આપે છે. તેથી રૂપ-રાણી કહેવા તે કંઈ ખોટું નથી. હોદ્દેદારો દ્વારા એકસૂરે ભાજપને જાકારો આપી કોંગ્રેસને જાહેરમાં સમર્થન કરી પશુપાલકોને કોંગ્રેસમાં મતદાન કરવાની અપીલ કરી હતી.
પાટણ ખાતે ભાજપ દ્વારા દૂધ સાગર ડેરીને અન્યાય કરાયો હોવાના આક્ષેપો સાથે ડેરીના ચેરમેન સહિત હોદેદારો પાટણ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જિલ્લાના પાશુપાલકોની બેઠક યોજી હતી.
પાટણ ના શ્યામાપ્રસાદ પાર્ટી પ્લોટ ખાતે ગુરુવારના રોજ દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર, વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી સહિત ડેરીના બોર્ડ ડિરેક્ટરો સાથે કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિ જિલ્લાના પશુપાલકોની બેઠક યોજાઈ હતી. જેમાં ડેરીના ચેરમેન આશાબેન જણાવ્યું હતું કે, ભાજપના કારણે ડેરીના 352 કરોડ રૂપિયા જે પશુપાલકોની મેહનતના છે તે અમૂલ દ્વારા અપાતા નથી. ડેરીના ઉત્પાદનમાં ઘટાડો કરી એનકેન પ્રકારે સતત ડેરી સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને ભાજપ દ્વારા સહકારી ક્ષેત્રને સરકારી ક્ષેત્ર બનાવના પ્રયાસો થઇ રહ્યા હોઇ સહકારી ક્ષેત્રને બચાવવા કોંગ્રેસને સમર્થન આપવાનું નક્કી કરી 23 તારીખે તમામ પશુપાલકો પાટણ -મહેસાણા બન્ને કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું.વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું 30 વર્ષ સુધી ભાજપમાં રહ્યો છું પરંતુ ભાજપના અન્યાયને લઇ હવે પ્રથમ વખત ખુલ્લામાં કોંગ્રેસના સમર્થનમાં આવી ભાજપનો વિરોધ કરી રહ્યો છું.