ગુજરાતના વાહન ધરાવતાં દરેક વ્યક્તિ પાસેથી સરેરાશ રૂ.5,000 રૂપાણી સરકારે વસુલી રહી છે. પેટ્રોલ અને ડિઝલની 2017-18ની એક વર્ષની 24 ટકાના વેરામાંથી રૂ.12,874 કરોડની આવક ભાજપ સરકારને થઈ છે. રોજ સાંજ પડે અને રૂ.35 કરોડની આવક ભાજપ સરકાર મેળવી રહી છે. આ આવક રાજકીય અને વચન ફોક તરીકે માનવામાં આવે છે કારણ કે સરકારે પ્રજાને 2014માં વચન આપ્યું હતું કે પેટ્રોલ અને ડિઝલના ભાવ નીચા લાવશે. તેના બદલે સરકારે જબ્બર વધારો કરી આપ્યો છે. પાંચ વર્ષમાં 8500થી વધીને 15,000 કરોડ થઈ છે જેમાં રૂ.6500 કરોડની આવક વધી છે. આ સમય ગાળા દરમિયાન 76 ટકાનો વધારો થયો છે. પણ પ્રજાની આવક વધવાના બદલે ઘટી છે.
પેટ્રોલિયમ પ્રધાન સૌરભ દલાલની કચેરીના સૂત્રો કહી રહ્યાં છે કે, છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાતની સરકારને પેટ્રોલ અને ડીઝલની આવક રૂ.50,591 કરોડ થઈ છે. પાંચ વર્ષમાં
રાજ્ય સરકાર તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 24 ટકાના બદલે 4 ટકા જ વેરો લેવામાં આવે અને 20 ટકા રાહત આપવામાં આવે એવું પ્રજા માંગણી કરી રહી છે. પણ ગુજરાતની ભાજપ સરકારે સ્પષ્ટ જાહેર કરી દીધું છે કે પ્રજાને પેટ્રોલ કે ડીઝલ હાલ જે ભાવે મળી રહ્યું છે તે જ ભાવે મળશે તેમાં કોઈ જ ઘટાવો કરવામાં નહીં આવે. સરકારને આ વર્ષે રૂ.5,000 કરોડ જેવી વધારાની આવક ભાવ વધવાથી થવાની છે. તેમ છતાં રાજ્ય સરકાર પ્રજા પર ભાર નાંખી રહી છે.
રાજ્ય સરકારે આપેલા સત્તાવાર આંકડા મુજબ પેટ્રોલ-ડિઝલમાં 20 ટકા વેટ અને 4 ટકા સેસ દરેક પેટ્રોલ પંપ પરથી લેઈ લેવામાં આવે છે.
એક જ વર્ષમાં 8500 કરોડ સરકારે પેટ્રોલ પંપ પરથી ઉઘરાવ્યા
રાજ્ય સરકારને 2013-14માં પેટ્રોલ પરના વેટમાંથી રૂ.2296.21 કરોડની આવક થઈ હતી, સેસની રૂ. 340.22 કરોડ મળીને કુલ રૂ.2636.43 કરોડની આવક થઈ હતી.
2013-14માં ડીઝલ પરના વેટમાંથી રૂ.5110.92 કરોડ તથા ડીઝલ પરના સેસમાંથી રૂ.757.25 કરોડની આવક થઈ હતી. 2013-14માં કૂલ ગુજરાત સરકારને પેટ્રોલ-ડીઝલ પરના વેટ તથા તેના પરના સેસમાંથી રૂ.8504.60 કરોડની જબ્બર આવક થઈ હતી.
ક્યારે કેટલી આવક
ઈ.સ. 2014-15માં પેટ્રોલ-ડીઝલ પરના વેટ તથા સેસની આવક રૂ.9246.52 કરોડ થઈ હતી.
ઈ.સ.2015-16માં રૂ.8820.35 કરોડ થઈ હતી.
ઈ.સ.2016-17માં રૂ.11,145.25 કરોડને પાર કરી ગઈ હતી.
ઈ.સ. 2017-18માં વધીને રૂ.12,874 કરોડને આંબી ગઈ છે.
ઈ.સ.2018-19માં તે આવક રૂ.15,000 કરોડથી પણ વધી જશે.
છેલ્લા પાંચ વર્ષમાં પેટ્રોલ-ડીઝલના વેરામાંથી કૂલ રૂ.50,519 કરોડ થઈ છે.
ગુજરાતી
English




